Wednesday, April 17, 2024
Google search engine
HomeSportsવેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટર્સની વાઈફને જોશો તો તમે અનુષ્કાને ભૂલી જશો, જુઓ તસવીરો

વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટર્સની વાઈફને જોશો તો તમે અનુષ્કાને ભૂલી જશો, જુઓ તસવીરો

નવી દિલ્હીઃ વિન્ડીઝના ક્રિકેટર્સ પોતાની આક્રમક અને ધુઆંધાર બેટિંગને કારણે સમગ્ર વિશ્વમાં લોકપ્રિય છે. ખાસ કરીને ટી-20 ફોર્મેટમાં. વિન્ડીઝના ક્રિકેટર્સ મેદાન પર અને મેદાનની બહાર લોકોનું મનોરંજન કરતા રહે છે. આજે અમેતમારી સમક્ષ વિન્ડીઝના ક્રિકેટર્સની પત્નીઓ વિશે વાત કરી રહ્યાં છીએ, જેઓ ગ્લેમર મામલે બોલિવૂડ અને હોલિવૂડ એક્ટ્રેસિસને માત આપી શકે છે.

1- કાર્લોસ બ્રેથવેટ
કાર્લોસ બ્રેથવેટ વિન્ડીઝ ટીમનો શાનદાર ઓલરાઉન્ડર છે. કાર્લેસ બ્રેથવેટ પોતાની ધમાકેદાર બેટિંગ થકી વિન્ડીઝને ટી-20 વર્લ્ડ કપ જીતાડી ચૂક્યો છે. કાર્લોસ બ્રેથવેટ પોતાની વિસ્ફોટક બેટિંગની સાથે સુંદર પત્નીને કારણે પણ ચર્ચામાં રહે છે. કાર્લોસ બ્રેથવેટની પત્નીનું નામ જેસિકા ફેલિક્સ છે.

2- ક્રિસ ગેલ
યુનિવર્સ બોસના નામે ઓળખાતો ક્રિસ ગેલ ટી-20 ફોર્મેટમાં સૌથી ખતરનાક ઓપનર છે. તે આઈપીએલ, સીપીએલ સહિત વિશ્વની ઘણી ટી-20 લીગમાં રમતો જોવા મળે છે. તેની રમતને કારણે તે સતત ચર્ચામાં રહે છે. ગેલની પત્ની પણ ઘણી સુંદર છે. જેનું નામ નતાશા બૈરિજ છે. બંનેના લગ્ન વર્ષ 2009માં થયા હતા. તેમની એક દીકરી પણ છે.

3- કેરોન પોલાર્ડ
કેરોન પોલાર્ડ વિન્ડીઝ ટીમનો વિસ્ફોટક ઓલરાઉન્ડર છે. તે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી આઈપીએલમાં રમે છે અને ભારતમાં તેના મોટાપાયે ફેન્સ જોવા મળે છે. પોલાર્ડની પત્નીનું નામ જેના અલી છે. આ કપલ એકબીજાને ઘણો પ્રેમ કરે છે અને તેઓ જાહેરમાં પણ આ પ્રેમ વ્યક્ત કરતા જોવા મળે છે. જેના વિન્ડીઝ ક્રિકેટર્સની સુંદર પત્નીઓમાંથી એક છે.

4- ડેરેન સેમી
ડેરેન સેમી વિન્ડીઝ ટીમનો ઓલરાઉન્ડર રહી ચૂક્યો છે. હાલ સેમી વિન્ડીઝ ટીમનો ભાગ નથી. તે વિન્ડીઝને ટી-20 વર્લ્ડ કપ જીતાડી ચૂક્યો છે, તે સમયે સેમી ટીમનો કેપ્ટન હતો. સેમી હાલ વિશ્વની અમુક ટી-20 લીગમાં રમતો જોવા મળે છે. ડેરેન સેમીની પત્ની કેથી ડેનિયલ તરીકે ઓળખાય છે. કેથી સુંદરતા મામલે ઘણી જાણીતી એક્ટ્રેસ-મૉડલને ટક્કર આપતી જોવા મળે છે.

5- આન્દ્રે રસેલ
આન્દ્રે રસેલ ટી-20 ફોર્મેટમાં વિન્ડીઝ ટીમનો વિસ્ફોટક ઓલરાઉન્ડર છે. પોલાર્ડની જેમ રસેલ પણ આઈપીએલમાં સૌથી લોકપ્રિય ખેલાડીઓમાંથી એક છે. રસેલની પત્ની પણ દેખાવે ઘણી સુંદર છે. રસેલની પત્ની જેસિમ સોશિયલ મીડિયા પર ઘણી ગ્લેમરસ અને હોટ તસવીરો શેર કરતી રહે છે. બોલ્ડનેસ મામલે તે ભલભલી હોલિવૂડ એક્ટ્રેસને માત આપી શકે છે.

6- શિમરોન હેટમાયર
વિન્ડીઝના યુવા વિસ્ફોટક બેટ્સમેન શિમરોન હેટમાયરની પત્ની પણ ઘણી સુંદર દેખાય છે. તે પણ હોટનેસ મામલે વિન્ડીઝ ક્રિકેટર્સની પત્નીઓને ટક્કર આપે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page