Wednesday, April 10, 2024
Google search engine
HomeGujaratપોરબંદરમાં દરિયો તોફાની બનશે, સૌરાષ્ટ્રનાં અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં થાય તેવી સંભાવના

પોરબંદરમાં દરિયો તોફાની બનશે, સૌરાષ્ટ્રનાં અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં થાય તેવી સંભાવના

અમદાવાદ: પોરબંદરમાં અરબી સમુદ્રમાં લો-પ્રેશરના પગલે સૌરાષ્ટ્રમાં આવેલ દરિયો તોફાની બને તેવી સંભાવના છે જ્યારે આગામી સમયમાં સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે તવું હવામાન વિભાગે જણાવ્યું હતું. મહત્વની વાત છે કે, દક્ષિણ ગુજરાતમાં કપરાડા, વાપી, નવસારી સહિતના દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં તો શુક્રવારે સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો.

અરબી સમુદ્રમાં સાઉથ-ઈસ્ટ દિશામાં લક્ષદ્વીપ નજીક લો-પ્રેશર સર્જાયું હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું. અરબી સમુદ્રમાં સર્જાયેલા લો-પ્રેશરના કારણે ખાસ કરીને પોરબંદર અને સોરાષ્ટ્રના ઘણાં વિસ્તારોમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. આમ તો ચોમાસે વિદાઈ લઈ લીધી છે. જોકે લો-પ્રેશન સર્જાયેલું હોવાથી સૌરાષ્ટ્રના ઘણાં વિસ્તારોમાં વરસાદ પડે તેવી સંભાવના પણ છે.

ત્યારે અરબી સમુદ્રમાં લો-પ્રેશર સર્જાવાના કારણે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટાં પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં સાઈક્લોનીક સરક્યૂલેશના કારણે સૌરાષ્ટ્રમાં પવનની ગતિમાં પણ વધારો જોવા મળશે. આજથી બે દિવસ દરમિયાન છુટા છવાયા ઝાપટાંની સાથો સાથ દરિયો પણ તોફાની બનશે અને ભારે પવન ફૂકાશે તેવું હવામાન વિભાગે જણાવ્યું હતું.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a fantastic adventure blasting off into the galaxy of endless possibilities! ? The captivating content here is a captivating for the imagination, sparking excitement at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of exciting insights! #MindBlown ? into this cosmic journey of imagination and let your thoughts fly! ? Don’t just explore, immerse yourself in the thrill! #BeyondTheOrdinary Your brain will thank you for this exciting journey through the worlds of endless wonder! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page