Tuesday, March 5, 2024
Google search engine
HomeReligionઅંક જ્યોતિષ 2020: નવા વર્ષમાં આ અંકવાળા રહો સાવધાન, મોટી સમસ્યાનો સામનો...

અંક જ્યોતિષ 2020: નવા વર્ષમાં આ અંકવાળા રહો સાવધાન, મોટી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે

જ્યોતિષઃ અંક જ્યોતિષના હિસાબે વર્ષ 2020 રાહુનું વર્ષ છે. એટલા માટે નવા વર્ષમાં તમામ મૂળાંકો પર રાહુનો પ્રભાવ જોવા મળશે. જ્યોતિષના મતે રાહુ ગ્રહના શુભ પ્રભાવથી વ્યક્તિની કિસ્મત ચમકી શકે છે. સમાજમાં માન-સન્માન,યશ વગેરે પ્રાપ્ત થાય છે. પરંતુ તેનો ખરાબ પ્રભાવ વ્યક્તિના જીવનમાં તમામ પ્રકારની પરેશાનીઓ લઇને આવે છે. નવા વર્ષમાં એવા પાંચ મૂળાંકો છે જેના પર રાહુની નકારાત્મક અસર થશે.

મૂળાંક 1 (જન્મ તારીખ 2,11,20,29) : મૂળાંક 2 વાળાનો સ્વામી ગ્રહ ચંદ્રમા છે. એવા વ્યક્તિ શાંત અને ભાવુક સ્વભાવના હોય છે. જોકે, તેમના મનમાં ચંચળતા રહે છે. આ વર્ષમાં તમને તમારા કરિયરમાં સફળતા મેળવવા માટે વધુ મહેનત કરવાની જરૂર છે. કાર્યક્ષેત્રમાં સહકર્મીઓ સાથે તાલમેલ બનાવીને રાખો. પારિવારિક જીવનમાં તમને નવા વર્ષમાં સારા પરિણામ પ્રાપ્ત થશે. આર્થિક જીવનમાં સુધારો આવશે. તમારે તમારી ભાવનાઓ પર કંન્ટ્રોલ રાખવો જોઇએ.

મૂળાંક 3 (જન્મ તારીખ 3,12,21,30): મૂળાંક 3નો સ્વામી ગુરુ બૃહસ્પતિ છે. આવા મૂળાંકના લોકો સ્વાભિમાની, વિચારક, જ્ઞાની હોય છે. અંક જ્યોતિષ 2020 અનુસાર, આ વર્ષ તમને તમારા કાર્યક્ષેત્રમાં ઉતાર-ચઢાવનો સામનો કરવો પડી શકે છે. જ્યારે આર્થિક જીવન સારુ રહેશે. આવકમાં વધારો થશે. આ વર્ષે તમારી તબિયત પર ધ્યાન આપવું પડશે. વિપરીત પરિસ્થિતિઓમાં પોતાના વિવેકની સાથે સાથે અનુભવી લોકોની સલાહ અવશ્ય લો.

મૂળાંક 5 (જન્મતારીખ 5,14,23): આ મૂળાંકનો સ્વામી બુધ ગ્રહ હોય છે. બુધ ગ્રહનો પ્રભાવ જાત સંવાદ શૈલીના ધની હોય છે. આ બુદ્ધિમાન, ચતુર, હાજર જવાબી હોય છે. આ વર્ષ મૂળાંક 5 ધરાવતા પોતાના વ્યાપારમાં સફળતા મેળવી શકશે. પારિવારિક જીવનમાં ઉતાર-ચઢાવ આવશે. જો કોઇને પ્રેમ કરતા હોય તો તેમાં સકારાત્મક ઉત્તર મળશે. આર્થિક જીવનમાં બેલેન્સ બનાવવાની જરૂર રહેશે. જરૂર કરતા વધુ ધન ખર્ચ ના કરો. જીવન સાથી સાથે તાલમેલ બનાવી રાખો. તેમની સાથે કોઇ વાતને લઇને મતભેદ હોઇ શકે છે. અભ્યાસ માટે આ વર્ષ સારુ છે.

મૂળાંક 7 (જન્મ તારીખ 7,16,25): આ મૂળાંકનો સ્વામી કેતું છે. મૂળાંક સાત ધરાવતો વ્યક્તિ સ્વતંત્ર વિચાર વાળો હોય છે. આ અસામાન્ય વ્યક્તિત્વના ધની હોય છે. આ શાંત ચિત બેસતા નથી અને કાંઇકના કાંઇક વિચારતા રહે છે. આ વર્ષે તમને શિક્ષણમાં સફળતા મળશે. કરિયક-વ્યાપારમાં સફળતા મળશે. પારિવારિક જીવનમાં તણાવ રહેવાની સંભાવના છે. આર્થિક જીવનમાં કેટલીક મુશ્કેલીઓ આવશે પરંતુ મિત્રોની મદદથી તમને તેમાં સફળતા મળશે. મિત્રો તરફથી સહયોગ મળશે.

મૂળાંક 8 (જન્મ તારીખ 8,17,26): આ મૂળાંકનો સ્વામી ગ્રહ શનિ છે. આવા વ્યક્તિ ઓછું બોલનારા હોય છે. પરંતુ તેમની એકાગ્રતા સારી હોય છે. આવા લોકો કોઇ એક વિષયના જાણકાર હોય છે. અંક જ્યોતિષ 2020 અનુસાર આ વર્ષ તમારા માટે સામાન્ય છે. કાર્યક્ષેત્રમાં સફળતા માટે વધુ પ્રયત્નો કરવા પડશે. આર્થિક જીવનમાં સારા પરિણામ મળશે. આવક સારી રહેશે પરંતુ ખર્ચમાં વધારો થવાની સંભાવના છે. પારિવારિક જીનવમાં ખુશીઓ આવશે. ઘર પર કોઇ માંગલિક કાર્ય થઇ શકે છે. પોતાની તબિયત પર ધ્યાન રાખો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments