Wednesday, April 10, 2024
Google search engine
HomeGujaratગુજરાતીઓ માટે વિજય રૂપાણી સરકારે શું લીધો મહત્વપૂર્ણ નિર્ણય?

ગુજરાતીઓ માટે વિજય રૂપાણી સરકારે શું લીધો મહત્વપૂર્ણ નિર્ણય?

ગાંધીનગર: ગુજરાતમાં માટે ખુશીના સમાચારા આવ્યા છે. આજે ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ગુજરાતની મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં હેલ્મેટ પહેરવું ફરજીયાત નથી.

કેબિનેટની બેઠક બાદ મંત્રી આર.સી ફળદુએ હેલ્મેટના નિર્ણય અંગે કહ્યું હતું કે, હવે ગુજરાતના શહેરોમાં હેલ્મેટ પહેરવું ફરજીયાત નથી. લોકોની માંગણીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

મહત્વનું છે કે, કેન્દ્ર સરકારે લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક નિર્ણય લીધો હતો કે ટુ વ્હીલર પર જાવ ત્યારે હેલ્મેટ પહેરવું જરૂરી છે. જોકે હાઈવે પર હેલ્મેટ પહેરવું ફરજીયાત છે.

ગુજરાતમાં ટ્રાફિકનાં નવા નિયમો પ્રમામે, હેલ્મેટ ન પહેરવા પર 500 રૂપિયાનો દંડ નક્કી કરવામાં આવ્યો હતો. જેને લઈને ગુજરાતીઓનો રોષ ફાટી નીકળ્યો હતો અને ઠેર-ઠેર તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે આજે રૂપાણી સરકારે મોટો નિર્ણય કરતાં નગરપાલિકા અને મહાનગરપાલિકામાં હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ આપી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page