પતંગરસિયાઓ માટે ખાસ! ઉત્તરાયણમાં શું સાવચેતી રાખવી જોઈએ?

Featured Gujarat

અમદાવાદ: આજે અમદાવાદીઓ સહિત ગુજરાતીઓ ઉત્તરાયણની મજા માણી રહ્યાં છે. લોકો પતંગ ચગાવવા માટે ધાબા પર ચઢી ગયા છે. પરંતુ પતંગરસિયાઓએ પતંગ ચગાવતા થોડું ધ્યાન પણ રાખવા જેવું છે નહીં તો તમારા તહેવાર હંમેશાં માટે નર્ક બની શકે છે. ગુજરાતમાં ઉત્તરાયણ પૂર્વે ત્રીજી દુ:ખદ ઘટના પ્રકાશમાં આવી છે. તો ઉત્તરાયણમાં શું ધ્યાન રાખવું તેની પર એક નજર કરીએ…..

ઉત્તરાયણમાં શું સાવચેતી રાખવી

– પતંગ ચગાવતા પહેલાં આંગળીઓને મેડીકેટેડ ટેપ લગાવી જોઈએ.
– બાળકોએ વાલીની દેખરેખ હેઠળ પતંગો ચગાવવો જોઈએ.
– વાહન ચાલકે હેલ્મેટ અવશ્ય પહેરવું જોઈએ.
– કોઈને કંઈ ઈજા થાય તો 108 નંબર ડાયલ કરવો.

ઉત્તરાયણમાં શું ના કરવું જોઈએ?

– અગાસીમાં ફર્સ્ટ એઈડ કીટ અવશ્ય રાખવી.
– લીસી, ખરબચડી, તૂટેલી અને નબળી અગાસી અથવા છત કે ધાબા પર ઉભું રહેવું ન જોઈએ.
– નબળા બાંધકામ કે છાપરા પર પતંગ ચગાવવા ચડવું નહીં.
– ઉંચાઈએથી જમીન પર કૂદવું જોઈએ નહીં.
– જાહેર રસ્તા પર પતંગ પકડવા દોડવું ન જોઈએ. ઈલેકટ્રીક વાયર, રોડ અને વીજળીના થાંભલાની નજીક પતંગ ચગાવવો જોઈએ નહીં.
– અગાસી અથવા છત કે ધાબાની પાળી પર ચઢવું જોઈએ નહીં.
– ઈલેક્ટ્રીક વાયરમાં ફસાયેલ પતંગ કે દોરી લેવા માટે પ્રયાસ કરવો નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *