ગુજરાત પેટા-ચૂંટણી: ભાજપ અને કોંગ્રેસે 6 ઉમેદવારોની કરી જાહેરાત, કઈ બેઠક પર કયા ઉમેદવારની મળી ટીકિટ

Featured Gujarat

અમદાવાદ: ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાજપે 6 અને કોંગ્રેસે 4 ઉમેદવારોના નામ જાહેરાત કરી દીધી છે. આગામી 21મી ઓક્ટોબરે યોજાનારી પેટા ચૂંટણી માટે ભાજપે રવિવારે અમદાવાદની અમરાઈવાડી, બનાસકાંઠાની થરાદ, મહેસાણાની ખેરાલુ, અલવલ્લીની બાયડ, પાટણની રાધનપુર અને મહિસાગરની લુણાવાડ બેઠકના ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે. જ્યારે કોંગ્રેસે અમરાઈવાડી, લુણાવાડા, થરાદ, બાયડ, રાધનપુર અને ખેરાલુ બેઠકના ઉમેદવારની જાહેરાત કરી છે.

કોંગ્રેસે છમાંથી ચાર બેઠકના ઉમેદવાર જાહેર કર્યા છે જેમાં અમરાઈવાડી બેઠક પરથી ધર્મેન્દ્ર પટેલ, લુણાવાડા બેઠક પર ગુલાબસિંહ ચૌહાણ, થરાદ ગુલાબસિંહ રાજપૂત, બાયડથી જશુ પટેલને ટીકિટ ફાળવી છે. જ્યારે રાધનપુર બેઠક પરથી રઘુ દેસાઈ અને ખેરાલુ બેઠક પરથી બાબુજી ઠાકોરને ટીકિટ આપવામાં આવી છે.

ભાજપે મોડી રાત્રે જાહેર કરેલા ઉમેદવારોમાં થરાદ બેઠક પરથી જીવરાજભાઇ પટેલ, રાધનપુર બેઠક પરથી અલ્પેશ ઠાકોર, ખેરાલુ બેઠક પરથી અજમલભાઇ ઠાકોર, બાયડ બેઠક પરથી ધવલસિંહ ઝાલા, અમરાઇવાડી બેઠક પરથી જગદીશભાઇ પટેલ, લુણાવાડા બેઠક પરથી જીજ્ઞેશભાઇ સેવકના નામ જાહેર કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *