Wednesday, April 10, 2024
Google search engine
HomeNationalદેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસ કોણ છે? ઓળખો

દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસ કોણ છે? ઓળખો

મુંબઈ: મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસે ફરી એકવાર મુખ્યમંત્રીના શપથ લીધા હતાં. દેવેન્દ્ર ફડણવીસ ખૂબ જ લો-પ્રોફાઈલ રહીને કરવા માટે બહુ જ જાણીતા નેતા છે. પરંતુ તેમની પત્ની અમૃતા ફડણવીસ પોતાની બહુમુખી પ્રતિભાના કારણે અનેકવાર ચર્ચામાં રહેતી હોય છે.

દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસ એક સફળ બેંકર અને એક જવાબદાર માતા તથા પત્ની ઉપરાંત તેઓ એક સારા સિંગર પણ છે અને સોશિયલ વર્કર પણ છે. અમૃતા ફડણવીસ એક પ્રાઈવેટ બેંકમાં વાઈસ પ્રેસિડન્ટ છે.


અમૃતા ફડણવીસે મુખ્યમંત્રીની પત્ની હોવા છતાં પણ પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. ખાનગી બેંકમાં ઊંચી પોસ્ટ પર કામ કરનાર અમૃતા ફડણવીસે ફેશન અને મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં સફળતાપૂર્વક પદાર્પણ કર્યું છે.

થોડા સમય પહેલાં જ તેમણે એક મ્યુઝિક આલ્બમમાં પોતાનો અવાજ આપ્યો હતો. આ ઉપરાંત ‘બેટી બચાવો’નો સંદેશ આપવા માટે તેમણે રેમ્પવોક પણ કર્યું હતું. તેમણે એસિડ એટેકની પીડિતાઓ માટે સમયમાં રેમ્પવોક પણ કર્યું હતું. આ ઉપરાંત અમૃતાએ વર્ષ 2016માં આવેલી ફિલ્મ “જય ગંગાજલ”માં સબ ધન માટી ગાઈને બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.


અમૃતા ફડણવીસ અગાઉ કહ્યું હતું કે, મારા પતિ દેવેન્દ્ર જ ઈચ્છે છે કે હું નોકરી ચાલુ રાખું. મને અહીં સુધી પહોંચાડવામાં તેમણે બહુ જ મહેનત કરી છે. મને લાગે છે કે, દરેક મહિલાઓએ આર્થિક બાબતોમાં સક્ષમ અને સ્વાવલંબી હોવું જોઈએ. હું ભલે મુખ્યમંત્રીની પત્ની છું પરંતુ નોકરી નહીં છોડું. હું હંમેશાં કામ કરતી રહીશ. મારી નોકરી જ મારી ઓળખનો એક હિસ્સો છે, જેને હું મારાથી અલગ કરી શકું નહીં.

RELATED ARTICLES

2 COMMENTS

  1. I engaged on this gambling website and managed a considerable cash, but later, my mom fell sick, and I needed to cash out some money from my casino account. Unfortunately, I faced problems and could not withdraw the funds. Tragically, my mom died due to this online casino. I implore for your help in bringing attention to this online casino. Please support me to achieve justice, so that others won’t face the pain I am going through today, and prevent them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page