Wednesday, April 10, 2024
Google search engine
HomeGujaratપાકિસ્તાનને સપોર્ટ કરતી અમદાવાદી મહિલા કોણ છે? અમદાવાદ પોલીસ અંદર ખાને કરી...

પાકિસ્તાનને સપોર્ટ કરતી અમદાવાદી મહિલા કોણ છે? અમદાવાદ પોલીસ અંદર ખાને કરી રહી છે શોધખોળ

અમદાવાદ: હાલ ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલા વર્લ્ડકપની મેચમાં દુનિયાભરના લોકો મેચ જોવા માટે આવતાં હોય છે. જેમાં ઘણાં લોકોના હજારો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. ત્યારે વર્લ્ડકપની એક મેચ દરમિયાન અમદાવાદી મહિલા પાકિસ્તાનને સપોર્ટ કરવા સ્ટેડિયમ આવી પહોંચી હતી. તેને પાકિસ્તાનના ફેન સાથે ઊભા રહીને પાકિસ્તાનન ઝિંદાબાદના નારા લગાવ્યા હતા.

પાકિસ્તાનને સપોર્ટ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. વીડિયો મુજબ મહિલા પોતે અમદાવાદના જુહાપુરાની હોવાની જણાવી રહી છે. વીડિયોના આધારે ગુજરાત પોલીસ પણ સક્રિય થઈ છે અને આ મહિલા કોણ છે? તેની શોધખોળ માટે તપાસ શરૂ કરી દીધી છે.

મહિલા જુહાપુરાની હોવાની જાણ થતાં પોલીસે જુહાપુરા વિસ્તારમાં ખાનગી માણસો તેમજ બાતમીદારો પાસે મહિલા કોણે છે? તે દિશામાં જાણવાનો પ્રયાસ કર્યો હતો તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. બે દિવસ અગાઉ પોલીસે જુહાપુરાની કેટલીક સોસાયટીમાં જઈને આ મહિલા વિશે માહિતી મેળવવા માટે પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં આઈબી સહિતની એજન્સીઓએ મહિલાની તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a fantastic adventure soaring into the universe of wonder! ? The thrilling content here is a captivating for the mind, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of exciting insights! ? Embark into this thrilling experience of knowledge and let your thoughts fly! ✨ Don’t just read, savor the thrill! #FuelForThought ? will be grateful for this exciting journey through the dimensions of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page