ATMમાંથી 100 રૂપિયાની નોટ કેમ ઓછી નીકળે છે? જાણો આ રહ્યું કારણ

Business Feature Right

નવી દિલ્હી: સામાન્ય રીતે 100 રૂપિયાની નોટથી લોકો નાણાંકીય કોઈપણ વ્યવહાર સૌથી સરળતાથી કરી શકે છે. આ જ કારણે, એટીએમમાંથી 100 રૂપિયાની નોટોની ડિમાન્ડ સૌથી વધારે રહે છે. હાલમાં 100 રૂપિયાની નોટો એટીએમમાંથી ઓછી બહાર આવી રહી છે. જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તમને જાણીને આશ્ચર્ય થયું ને કે, 100 રૂપિયાની નોટો એટીએમમાંથી કેમ ઓછી માત્રામાં બહાર આવી રહી છે? એનું કારણ એવું નથી કે સરકારે બેંકોનો કોઈ આદેશ આપ્યો છે અથવા કોઈ અન્ય પ્રકારનો નિર્ણય લીધો છે.

વાસ્તવમાં, એટીએમમાંથી 100 રૂપિયાની નોટ ન નીકળવાનું કારણ તેની સાઈઝ છે. નવી નોટોની સાઈઝ કરતાં જૂની નોટોની સાઈઝ મોટી હોવાને કારણે એટીએમ ઓપરેટર્સને આ નોટોની કેસેટ સેટ કરવામાં સમસ્યા આવી રહી છે.

આ સિવાય એટીએમ ઓપરેટરોએ એવું લીસ્ટ પણ બનાવવું પડી રહ્યું છે કે, કયાં મશીનમાં કેવી નોટોની કેસેટો છે. એક અંગ્રેજી સમાચારપત્રનાં જણાવ્યા મુજબ, આ યાદીનાં આધારે એટીએમ ઓપરેટરો કેશ વાનને મશીનોમાં નોટો જમા કરવા માટે મોકલી રહ્યા છે.

અંગ્રેજી સમાચારપત્રોનાં જણાવ્યા પ્રમાણે, જ્યારે બેંકોમાં 100 રૂપિયાની નોટોની અછત હોય ત્યારે, તેને મશીનોમાં નાખવામાં આવતી નથી.

બેન્કરો અને એટીએમ ઓપરેટરોનું કહેવું છે કે, 100 રૂપિયાની નોટોનાં મશીનોની અછત નથી પરંતુ તેને ટાળવાનો એકમાત્ર રસ્તો એ છે કે જૂની નોટોને મશીનોમાં નાંખવામાં ન આવે.

જો આવું થાય તો દેશભરનાં મશીનોમાં 100 રૂપિયાની નોટોની સાઈઝની કેસેટો નાંખવી પડશે ત્યારે જઈને આ સમસ્યા લોકોની વચ્ચેથી ખતમ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *