Monday, April 15, 2024
Google search engine
HomeFeature Rightઆ અમદાવાદી યુવતી ટ્રાફિક પોલીસને કેમ ભારે પડી? જાણો કારણ

આ અમદાવાદી યુવતી ટ્રાફિક પોલીસને કેમ ભારે પડી? જાણો કારણ

અમદાવાદ: મંગળવારે બપોરે 1 વાગ્યાની આસપાસ ટો કરવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસની ક્રેન ગુરુકુળ રોડ પર નીકળી હતી અને વિજ્યા બેન્કની નીચે રોડથી થોડુંક બહાર પાર્ક કરેલું એક યુવતીનું ટૂ-વ્હીલર ટો કરી લીધું હતું. જોકે તે જ સમયે યુવતી ત્યાં આવી પહોંચી હતી જ્યાં તેણે 100 રૂપિયા દંડ ભરવા તૈયારી બતાવી હતી.

જોકે પોલીસે ટોઈંગના વધુ રૂપિયા 250 માગતાં યુવતીએ ગાંધીગીરી પર ઉતરી આવી હતી અને 35 મીનિટ સુધી ક્રેનની આગળ જ ઊભી થઈ ગઈ હતી. તે સમયે આસપાસના ઉભેલું લોકોનું ટોળું આવી પહોંચ્યું હતું અને ટો કરનાર પોલીસ કર્મી સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી.

આ દ્રશ્ય જોતાં આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને પોલીસની વધુ નાણાં ખંખેરવાની જોહુકમી સામે હુરિયો બોલાવ્યો હતો. જેને પગલે પોલીસે દંડ લીધા વિના ટૂ-વ્હીલર પરત આપી દેવું પડ્યું હતું. સમગ્ર અમદાવાદમાં 55 ક્રેનથી રોજના સંખ્યાબંધ વાહન ટો કરવામાં આવે છે.

તસવીરો અને અહેવાલ દિવ્યભાસ્કર

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page