કોઈ અભિનેત્રીની કમ નથી ક્રિકેટર મનોજ તિવારીની પત્ની, જુઓ ગ્લેમરસ તસવીરો

Sports

કોલકાતાઃ ટીમ ઈન્ડિયામાંથી ઘણા સમયથી બહાર રહેલ ક્રિકેટર મનોજ તિવારીની પત્ની ગ્લેમર મામલે કોઈ બોલિવૂડ એક્ટ્રેસ કરતા ઓછી નથી. મનોજ તિવારી અને સુષ્મિતાને એક દીકરો પણ છે, જેનો જન્મ 2018માં થયો હતો. મનોજ તિવારીએ જુલાઈ 2013માં હાવડામાં રહેતી સુષ્મિતા રૉય સાથે લગ્ન કર્યા હતા. બંનેની પ્રથમ મુલાકાત 2006માં થઈ હતી.

6 વર્ષ એકબીજાને ડેટ કર્યા બાદ 2013માં તેમણે લગ્ન કર્યા હતા. લગ્નના 5 વર્ષ બાદ તેઓ માતા-પિતા બન્યા હતા. મનોજ તિવારી પશ્ચિમ બંગાળનો છે, જ્યારે તેની પત્ની સુષ્મિતા ઉત્તર પ્રદેશના બ્રાહ્મણ પરિવારમાંથી આવે છે. બંનેએ બંગાળી વિધિ અનુસાર લગ્ન કર્યા હતા. જે પછી સુષ્મિતાના પરિવારમાં ચાલતી પરંપરા અનુસાર લગ્ન થયા હતા.

મનોજ તિવારીએ આઈપીએલ 2012માં મુંબઈ ઈન્ડિયન્સના ઝડપી બોલર લસિત મલિંગાની બોલિંગ પર સિક્સ ફટકારી હતી અને આ સિક્સને તેણે પોતાની પત્નીને સમર્પિત કરી હતી. કારણ કે, સુષ્મિતાએ મનોજ તિવારીને શ્રીલંકન બોલર મલિંગાની ઓવરમાં સિક્સ ફટરારવાનો પડકાર આપ્યો હતો.

ઓક્ટોબર 2015માં રણજી મેચ દરમિયાન મનોજ તિવારી અને દિલ્હીના કેપ્ટન ગંભીર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ મેચમાં ગંભીર દિલ્હીનો અને તિવારી પશ્ચિમ બંગાળનો કેપ્ટન હતો. આ ઘટનાને શાંત કરવા અમ્પાયર કે.શ્રીનાથે દખલગીરી કરી હતી.

રમત પૂર્ણ થયા બાદ મેચ રેફરીએ બંને ખેલાડીઓને સુનાવણી માટે બોલાવ્યા હતા અને બંનેને દંડ ફટકાર્યો હતો. મનોજ તિવારી અને તેની પત્ની ઘણીવાર વિદેશ પ્રવાસે ફરવા જતા હોય છે. તેમના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર વિદેશી સ્થળોની ઘણી તસવીરો જોઈ શકાય છે.

સુષ્મિતા દેખાવે ઘણી હોટ અને ગ્લેમરસ લાગે છે. આ મામલે તે બોલિવૂડ એક્ટ્રેસિસને માત આપી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *