લગ્ન બાદ અફેરને કારણે જીવન થઈ જાય છે બરબાદ, મહિલાઓએ જાતે જ જણાવી આપવીતી

એ વાતમાં કોઈ શક નથી કે, લગ્નનો સંબંધ વિશ્વાસની ડોર સાથે બંધાયેલ હોય છે, એવામાં આ સંબંધમાં કોઈપણ પ્રકારનું જૂઠ કે ફરેબ હોય તો સંબંધોનો અંત નક્કી જ હોય છે. જી હા, પછી ભલે તે પુરૂષ હોય કે પછી મહિલા, લગ્ન બાદ અફેર કરવું બંને માટે ખોટું છે. આવી સ્થિતિમાં ઘણા લોકો અલગ થઈ જાય છે, તો ઘણા લોકો પોતાના સંબંધોને બીજી તક આપે છે. આ બાબતે કેટલીક પરિણીત મહિલાઓએ પોતાની કહાની જણાવી છે, જેના અંગે અમે તમને જણાવીએ ઈચ્છીએ છીએ. આ મહિલાઓએ જણાવ્યું કે, લગ્ન બાદ અફેર કરવાથી જીવન કેવું થઈ જાય છે અને તેનો અંજામ શું થાય છે.

લગ્ન બાદ અફેર કરવાથી આવું થઈ જાય છે જીવન:
આ બાબતે વાત કરતાં એક પિસ્તાળીસ વર્ષની મહિલા સ્નેહા (કાલ્પનિક નામ) એ જણાવ્યું કે, તેના પતિના સંબંધ તેમની સેક્રેટરી સાથે હતા અને એવામાં તેનો પતિ તેને દગો આપી રહ્યો હતો. ત્યારબાદ સ્નેહાએ કહ્યું કે, તે હવે સારી પત્નીનો દેખાવ કરવા ઈચ્છતી નહોંતી, એટલે પોતાના પતિનો વિશ્વાસ તોડવા માટે તેણે પણ બીજા પુરૂષ સાથે વન નાઈટ સ્ટેન્ડ કરવાનો નિર્ણય લીધો. આ બધી વસ્તુઓના કારણે બંને બહુ રડ્યાં અને એકબીજા પર આક્ષેપ કર્યા. પરંતુ અંતે બંનેએ એકબીજાને ભૂલીને આગળ વધવાનો નિર્ણય લીધો.

તો સાડસ્ત્રીસ વર્ષની એક મહિલા કશિશ (કાલ્પનિક નામ) જણાવે છે કે, તેણે તેના પતિને દગો આપ્યો, કારણકે પતિ તેના તરફ ધ્યાન જ નહોંતો આપતો અને તે તેના પતિ પાસે પ્રેમની ભીખ માંગવા નહોંતી ઈચ્છતી. એવામાં તેણે એકવાર પતિને દગો આપ્યો, પરંતુ આ બધુ કર્યા પછી તેને બહુ પછતાવો થયો અને તેણે પતિને બધુ જ કહી દીધું. બસ ત્યારથી જ તેમનાં લગ્ન એક મજબૂરીમાં બાંધેલ સંબંધની જેમ ચાલી રહ્યાં છે અને તેના પતિએ એમ પણ નથી પૂછ્યું કે, તેણે આવું કેમ કર્યું.

આ અંગે વાત કરતાં ચુંમાળીસ વર્ષની તનિષા (કાલ્પનિક નામ) એ જણાવ્યું કે, તેના લગ્નજીવનમાં એક સમય એવો પણ આવ્યો, જ્યારે તેને ખબર પડી કે, તેનો પતિ તેને દગો આપી રહ્યો છે અને ત્યારથી જ તેણે પતિ સાથે વાત કરવાની બંધ કરી દીધી. એટલું જ નહીં, મહત્વની બાબતો પન મેસેજ કરીને જ કહેતી હતી. જોકે આ બધા બાદ બંને કપલ થેરેપી માટે તૈયાર થઈ ગયાં અને પછી ધીરે-ધીરે તેણે પોતાના પતિને માફ કરી દીધો. એવામાં હવે તેનું લગ્નજીવન એકદમ સરસ ચાલી રહ્યું છે.

આ મહિલાઓએ જણાવી પોતાના જીવનની કહાની:
આ વિશે બેતાલીસ વર્ષની સૄષ્ટિ (કાલ્પનિક નામ) એ જણાવ્યું કે, તે કૉલેજ સમયે જ તેના પતિને મળી હતી અને ત્યારથી જ તેઓ જ તેના માટે સર્વસ્વ હતા. એવામાં એ વ્યક્તિ તમારી સાથે વિશ્વાસઘાત કરે, જેમના પર તમે આટલો બધો વિશ્વાસ કરતા હોવ તો બીજી વાર વિશ્વાસ મૂકવો મુશ્કેલ છે. જી હાં, સૃષ્ટિનું કહેવું છે કે, તે તેના પતિને છોડવા તો ઈચ્છે છે, પરંતુ તેને એ વાતની બીક છે કે, તે એકલી રહી જશે.

તો બત્રીસ વર્ષની આકાંક્ષા (કાલ્પનિક નામ) આ અંગે જણાવે છે કે, લગભગ એક વર્ષથી તેના અને પતિના સંબંધો જરા પણ ઠીક નથી. જી હા, તેણે કહ્યું હતું કે, તેણે પોતાના પતિને બિઝનેસ ટ્રિપ દરમિયાન દગો આપ્યો હતો. જોકે હવે તે તેના પતિને પ્રેમ તો નથી કરતી, પરંતુ તે તેની સાથે રહેવા ઈચ્છે છે, કારણકે તે તેનાં બાળકોનો પિતા છે. જી હાં, તેનું કહેવું છે કે, જ્યાં સુધી તેનાં બાળકો સમજદાર ન બની જાય ત્યાં સુધી તે તેમને એ અહેસાસ નથી કરાવવા ઈચ્છતી કે, તેમની પાસે પિતા નથી. એટલે જો આપણે સરળ શબ્દોમાં કહીએ તો લગ્ન બાદ અફેર કરવાથી કાંતો લગ્ન તૂટી જાય છે અથવા તો સંબંધોમાં પ્રેમ ઘટી જાય છે. મિત્રો આ વિશે તમારી શું રાય છે, જેનો જવાબ અમને ચોક્કસથી જણાવજો.

Similar Posts