Tuesday, April 9, 2024
Google search engine
HomeNationalયુવતીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો, બંનેના પિતા અલગ અલગ

યુવતીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો, બંનેના પિતા અલગ અલગ

સુનીલ શેટ્ટીની ‘ગોપી કિશન’ ફિલ્મમાં એક બાળકનો ફેમસ ડાયલૉગ હતો ‘મેરે દો દો બાપ… મેરે દો દો બાપ…’ આ તો માત્ર એક ફિલ્મ હતી. પરંતુ આજે અમે આવી જ એક રિયલ લાઈફ ઘટના વિશે જણાવી રહ્યા છીએ. અહીં એક મહિલાએ એ જ દિવસે બે પુરૂષો સાથે સંબંધો બાંધ્યા હતા. ત્યારબાદ તે ગર્ભવતી થઈ અને એકસાથે બે પુરૂષોનાં બાળકોની માતા બની ગઈ. મહિલાએ જુડવા બાળકોને જન્મ આપ્યો. પરંતુ બંને બાળકોના પિતા અલગ-અલગ નીકળ્યા.

બે પુરૂષોનાં બાળકોની મા બની મહિલા
આ અનોખો કેસ પુર્તગાલના ગોયસ રાજ્યના મિનેરોસ શહેરનો છે. અહીં એક 19 વર્ષની મહિલાએ થોડા સમય પહેલાં જુડવા બાળકોને જન્મ આપ્યો હતો, આ બાળકો જ્યારે 8 મહિનાનાં થયાં ત્યારે તેમનો DNA ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે, એક બાળકનો DNA તો તેના પિતા સાથે મેચ થઈ ગયો, પરંતુ બીજા બાળકનો ટેસ્ટ નેગેટિવ હતો.

ત્યારબાદ મહિલાને યાદ આવ્યું કે, એ જ દિવસે તેણે બીજા એક પુરૂષ સાથે પણ સંબંધો બાંધ્યા હતા. ત્યારબાદ તેણે એ પુરૂષ સાથે બીજા બાળકનો ડીએનએ ટેસ્ટ કરાવ્યો અને તે મેચ થઈ ગયો. એટલે મહિલાએ એકજ દિવસે બે પુરૂષો સાથે સંબંધ બાંધ્યા અને બંનેથી એક-એક એમ જુડવા બાળકોનો જન્મ થયો. બંનેના ચહેરા પણ એકસરખા છે, પરંતુ તેમના ડીએનએ અલગ-અલગ પુરૂષો સાથે મેચ થાય છે.

બંને બાળકોના પિતા ભલે અલગ-અલગ પુરૂષ હોય, પરંતુ બર્થ સર્ટિફિકેટમાં એક જ પુરૂષનું નામ લખાવી શકાય છે. એવામાં મહિલાનો એકજ પાર્ટનર બંને બાળકોની દેખભાળ કરે છે. બર્થ સર્ટિફિકેટ પર પણ તેનું જ નામ લખવામાં આવ્યું છે. મહિલાનો આ અનોખો કેસ જોઈ ડૉક્ટર પણ આશ્ચર્યચકિત છે.

બહુ દુર્લભ હોય છે આવા કેસ
અસામાન્ય ગર્ભાવસ્થા પર રિસર્ચ કરનાર ડૉ. ટુલિયો જૉર્જ ફ્રેંકો કહે છે કે, આખી દુનિયામાં અત્યાર સુધીમાં આવા માત્ર 20 કેસ જ જોવા મળ્યા છે. જેમાં જુડવા બાળકોના પિતા અલગ-અલગ હોય છે. આ કંડિશનને વૈજ્ઞાનિકોની ભાષામાં heteroparental superfecundation કહેવાય છે.

મહિલાની ડિલીવરી કરાવનાર ડૉક્ટરે કહ્યું કે, આવું ત્યારે થાય છે જ્યારે એકજ માંનાં બે ઈંડાં અલગ-અલગ પુરૂષો દ્વારા ફર્ટિલાઈઝ થઈ જાય છે. ડૉક્ટરે એમ પણ જણાવ્યું છે કે, મહિલાની પ્રેગ્નેન્સી નોર્મલ થઈ. બંને બાળકો સ્વસ્થ જન્મ્યાં. હજી સુધી તેમને સ્વાસ્થ્ય સાથે સંકળાયેલ કોઈ સમસ્યા નથી થઈ. ડૉક્ટરનું કહેવું છે કે, આવું બહુ ઓછું જોવા મળે છે. મેં પોતે પણ ક્યારેય આવું વિચાર્યું નહોંતું કે, મને આવો કેસ ક્યારેય જોવા મળશે.

ઉલ્લેખનિય છે કે, વર્તમાનમાં મહિલાનાં બાળકો 1 વર્ષ 4 મહિનાનાં છે. આ કેસ ત્યારે સામે આવ્યો જ્યારે મહિલાએ તેનું નામ ન આપવાની શરતે ડૉક્ટરને આ માહિતી રિવિલ કરવાની મંજૂરી આપી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page