Wednesday, April 10, 2024
Google search engine
HomeInternationalમહિલાના દર્દ થતાં ડોક્ટર પાસે ગઈ, ગર્ભાશયનો રિપોર્ટ જોઈને પગ નીચેથી જમીન...

મહિલાના દર્દ થતાં ડોક્ટર પાસે ગઈ, ગર્ભાશયનો રિપોર્ટ જોઈને પગ નીચેથી જમીન ખસકી ગઈ

એક ખૂબ વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. એક મહિલાના ગર્ભાશયમાં મરઘીના ઈંડા જેવડો ફોલો (dermoid cyst) થયો હતો. જેમાં દાંત અને વાળ ઉગી નીકળ્યા હતા. અલ્ટ્રાસાઉન્ડ તપાસમાં જ્યારે આ વાતનો ખુલાસો થયો તો મહિલાના પગ નીચેથી જમીન ખસકી ગઈ હતી. મહિલાએ પોતાની આખી આપવીતી સોશ્યલ મીડિયા શેર કરી હતી.

ટિકટોક યુઝર @sandwitchbreadથી મહિલાએ પોતાની આપવીતી વર્ણવી હતી. મહિલાએ જણાવ્યું કે ડૉક્ટરોએ તેને કહ્યું હતું કે પ્રેગ્નેન્સી બાદ તેના શરીરમાં રેર કન્ડિશન ડેવલપ થઈ હતી. મહિલા બે બાળકોની માતા છે. ગર્ભાશયમાં દર્દ અને બ્લિડિંગ થયા બાદ મહિલા તપાસ માટે ડૉક્ટર પાસે ગઈ હતી. શરૂઆતમાં મહિલાને લાગ્યું કે તે ફરી પ્રેગ્નેન્ટ થઈ છે.

મહિલાના કહેવા મુજબ બે વર્ષ પહેલાં જ્યારે તે પ્રેગ્નેન્ટ હતી, ત્યારે ગર્ભના વિકાસ દરમિયાન ગર્ભ પેશી (fetal tissue)ના કેટલાક પાર્ટિકલ અલગ થઈ ગયા હતા, જેના કારણે તેના શરીરમાં સમસ્યા શરૂ થઈ હતી. આ અંગે ક્લિવલેન્ડ ક્લિનિકના કહેવા મુજબ dermoid cystsમાં હાડકાં, ફ્લૂડ, વાળ, સ્કિન, દાંત વગેરે ઉભી શકે છે.

ટિકટોક પર મહિલાએ જ્યારે ખુદ આપવીતી શેર કરી તો વીડિયો વાઈરલ થઈ ગયો હતો. ઘણા લોકો મહિલાના ગર્ભાશયમાં મરઘીના ઈંડા જેવડો ફોલ્લો નીકળવાની વાતથી ચોંકી ગયા હતા. એટલું જ નહીં આનો આકાર આવડો મોટો હોવાથી ડૉક્ટરને પણ આશ્ચર્ય થયું છે.

મહિલાએ જણાવ્યું હતું કે તેને હરથી વધુ દર્દ થતાં તેણે અલ્ટ્રાસાઉન્ડ કરાવવાનું વિચાર્યું હતું. પણ ડૉક્ટરે જ્યારે અલ્ટ્રાસાઉન્ડ જોયું તો તેમણે જણાવ્યું કે અંદર બાળક નહીં પણ મોટો ફોલ્લો છે. મહિલાએ જણાવ્યું હતું કે ડોક્ટર હવે સર્જરી કરીને તેને દૂર કરશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page