Saturday, April 13, 2024
Google search engine
HomeGujaratઅમદાવાદમાં મહિલા કોન્સ્ટેબલ બાથરૂમમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી

અમદાવાદમાં મહિલા કોન્સ્ટેબલ બાથરૂમમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી

અમદાવાદ: કાલુપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલે તરીકે ફરજ બજાવતી ફાલ્ગુની શ્રીમાળીએ બાથરૂમમાં ગળા ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. ચાંદખેડાની રહેવાસી એવી આ મહિલા કોન્સ્ટેબલે પોતાના ઘરે બાથરૂમમાં ગળા ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાસ્થળેથી મહિલા કોન્સ્ટેબલની સ્યૂસાઈડ નોટ મળી આવી હતી.

ફાલ્ગુનીએ જિંદગીની છેલ્લી ક્ષણોમાં લખેલી આ ભાવુક સ્યૂસાઈડ નોટમાં ભાઈને રોલ મોડલ ગણાવ્યો છે તો પિતાની પણ ચિંતા વ્યક્ત કરી છે. જ્યારે મમ્મીને પોતાની બેસ્ટ ફ્રેન્ડ ગણાવી છે. ભાઈના લગ્નમાં પણ આવવાના ઓરતા રજૂ કર્યું છે. તેની સાથે સાથે ઘર બદલતા રહેવાની વેદના વ્યક્ત કરી ભાઈઓને મમ્મી-પપ્પાનું ધ્યાન રાખવા કહ્યું છે. આ સિવાય તેણીએ તેનો પરિવાર વડનગરથી અમદાવાદ રહેવા આવ્યા હોવાનો ઉલ્લેખ કર્યો છે. તેની સાથે તેમાં હેરાન કરતા લોકોના નામ પણ લખ્યા છે.

મારા વ્હાલા મમ્મી અને પપ્પા તમે દુનિયાના બેસ્ટ મમ્મી પપ્પા છો. તમે મને ક્યારેય કોઈ દુઃખ આપતાં નથી. મારા ભાઈઓ તો મારો જીવ છે અને મને સમજાવી ક્યારેય દુઃખી કરી નથી. મારો ભાઈ એ તો મારો રોલ મોડેલ છે. જેણે મને બહું જ હિંમત આપી અને મને આટલી આગળ વધારી. તેમજ મને દરેક બાબતે દુનિયા સામે લડતા શીખવ્યું. મારો ભાઈ હિમાંશુ તારામાં તો ભાઈ બહુ સહન શક્તિ છે એની સામે મારી પાસે તો ઝીરો સહન શક્તિ છે.

હું કંઈ જ સહન કરી શક્તિ નથી. પપ્પા હું આજે જઈ રહી છું, બધાંથી દૂર એક અલગ દુનિયામાં જ્યાં કોઈ જ નહીં હોય આ બધું. મારી મમ્મી અરે મમ્મી કહેતા જ આંખો ભરાઈ જાય છે કેમ કે એક મા જ એવી વ્યક્તિ છે જેને બાળક દરેક સમજાઈ જાય. મારી મમ્મી તો મારી બેસ્ટ ફ્રેન્ડ બધું જ છે. જ્યાં જવું હોય ત્યાં સાથે હોઈએ આપણે મમ્મી.

આજે હું દુનિયા આ દુનિયામાંથી દૂર જઈ રહી છું, આનું કારણ મારા ઘરના કોઈ જ નથી કે ના કોઈ દુઃખ છે. મને મારા ઘરનાથી પણ દુઃખ તો એ છે કે મારી આ નોકરી તો આવી છતાં હું કાંતી, રાજન, જયેશ અને એની વહુ હીના ઉર્ફે ભૂરી, આરતી ઉર્ફે કાળી, કમળા, પુષ્પા, અરવિંદ અને તેના બે છોકરાઓએ આટલું આપણને હેરાન કરવા છતાં હું કંઈ કરી ના શકી. એ લોકોને લીધે આપણે પોતાનું ઘર છોડીને આવવું પડ્યું અને અત્યારે ઘર માટે ફરવું પડે છે.

ઘરનું પણ કંઈ થતું નથી છતાં આજે બીજે રહેવું પડે છે. એ લોકોને એમના કરેલની સજા આપી ના શકી, એનો અફસોસ બહુ જ થાય છે. આજે હું એટલી હદે તૂટી ગઈ છું કે બસ હવે મારે જીવવું નથી. મારા મા બાપ માટે કંઈ જ ના કરી શકુ તો આજીવન પણ શું કામનું. અને હા મારા મોટા ભાઈઓ મને દાટતા નહીં મને બાળજો. મને દાટે એ નથી ગમતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page