Monday, April 15, 2024
Google search engine
HomeNationalરામદેવપીરની આવી ભક્ત ક્યારેય નહીં જોઈ હોય, આળોટતા આળોટતા રણુજા જઈ માનતા...

રામદેવપીરની આવી ભક્ત ક્યારેય નહીં જોઈ હોય, આળોટતા આળોટતા રણુજા જઈ માનતા પૂરી કરી

ભક્ત અને ભગવાન વચ્ચેનો સંબંધ અતૂટ છે. એટલા માટે જ ભક્ત પોતાના ભગવાનને પ્રસન્ન કરવા માટે અલગ અલગ પ્રકારની માનતાઓ રાખે છે. ભક્તોને પણ પૂરો વિશ્વાસ હોય છે કે તેમના આરાધ્ય દેવ તેમની મનોકામના પૂરી કરશે. આવા જ એક ભક્ત ખૂબ જ કઠીન માનતા રાખી હતી. રામદેવ પીરની મહિલા ભક્તે સૂતા સૂતા આળોટતા આળોટતા 430 કિલોમિટર દૂર રણુજા જવાની માનતા પૂરી કરી હરતી.

પશ્ચિમ રાજસ્થાન સ્થિત રામદેવરામાં બાબા રામદેવ પીનું મંદિર આવેલું છે. દર વર્ષે વિશ્વભરમાંથી અનેક ભક્તો બાબાની સમાધિના દર્શન કરવા માટે આવે છે. આવી જ એક ભક્ત પોતાને બાબાની પરમ ભક્ત ગણાવે છે.

નેનુબાઈ આબુરોડથી રામદેવરા આવી હતી. તે જમીન પર આળોટીને સમાધિ સુધી ગઈ હતી. નેનુબાઈએ જમીન પર આળોટીને 430 કિમી જેટલું અંતર કાપ્યું હતું. આ યાત્રા પૂરી કરતાં તેને ત્રણ મહિના જેટલો સમય લાગ્યો હતો.

નેનુબાઈએ કહ્યું હતું કે તે બાબાની પરમ ભક્ત છે અને બાબા રામદેવમાં ઊંડી આસ્થા ધરાવે છે. બાબા તેની આસ્થાનો સ્વીકાર કરે તે એટલી જ પ્રાર્થના કરે છે. આબુરોડના ઉમરની ગામમાં રહેતી નેનુબાઈએ આ પહેલાં પણ બાબા રામદેવની સમાધિના દર્શન કર્યા છે. જોકે, આ વખતે તેણે જમીન પર આળોટતા આળોટતા દર્શન કરવા જવાનું નક્કી કર્યું હતું.

નેનુબાઈએ કહ્યું હતું કે તેણે 3 મહિનામાં 430 કિમીની યાત્રા પૂરી કરી હતી. રસ્તામાં ભયંકર ઠંડી હોવા છતાંય તેને કોઈ તકલીફ કે મુશ્કેલી પડી નહોતી.

જોકે, નેનુબાઈએ કોઈ માનતા માટે આમ કર્યું કે પછી અન્ય કારણોસર તે અંગે કોઈ વાત કરી નહોતી. નેનુબાઈની સાથે 20 શ્રદ્ધાળુઓ પણ જોડાયા હતા. તેઓ ભજન કરતાં કરતાં પગપાળા આવતા હતા.

નેનુબાઈએ કહ્યું હતું કે તે નાનપણથી જ બાબા રામદેવજીની ભક્ત છે. ભક્ત, ભગવાનને પ્રસન્ન કરવા માટે અલગ અલગ પ્રકારની આરાધના કરે છે.

RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page