Friday, April 12, 2024
Google search engine
HomeInternationalમહિલાએ પોતાના જીવની પરવા કર્યાં વગર કારમાંથી કૂદીને બાળકને બચાવ્યું!

મહિલાએ પોતાના જીવની પરવા કર્યાં વગર કારમાંથી કૂદીને બાળકને બચાવ્યું!

લંડનઃ ગ્રેવસેન્ડના એક વ્યસ્ત રસ્તાઓ પર દોડતા એક નાનકડાં બાળકને બચાવવા માટે એક મહિલાએ પોતાના જીવની પરવા કર્યાં વગર કારમાંથી છલાંગ લગાવી દીધી હતી. પછી બાળકને રોડની કિનારે લી આવી હતી. જો તે આમ ના કરત તો બાળક કોઈ પણ વાહનની અડફેટે આવી જાત. એક વ્યક્તિએ આ પૂરી ઘટનાક્રમનો વીડિયો બનાવીને ફેસબુક પર અપલોડ કર્યો હતો. ત્યારબાદ યુઝર્સ તે મહિલાના વખાણ કરી રહ્યું છે. બાળક ગ્રેવસેન્ડમાં હિલ્સસાઈડ એવન્યૂથી ભાગીને રસ્તા પર આવી ગયું હતું.

બાળક એકલું જ હતું:
આ ઘટના ગયા અઠવાડિયે શુક્રવાર સાંજે સાત વાગે એક વ્યસ્ત જંક્શન પર બની હતી. બાળક રસ્તા પર દોડી રહ્યું હતું અને તેની સાથે કોઈ પણ નહોતું. વાહનોની અવર-જવર ચાલુ હતું જ્યારે મહિલા બાળકને બચાવી રહી હતી ત્યારે જ સ્પીડમાં બે કાર આવી હતી. જો થોડીક સેકન્ડ પણ મોડું થાત તો બાળક કારની ચપેટમાં આવી જાત. મહિલા બાળકને ઊંચકીને પોતાની કાર પાસે લાવી અને પોલીસને ફોન કર્યો હતો. જ્યારે પોલીસ આવી તેના થોડો સમય બાદ બાળકના પરિવારના સભ્યો પણ આવી ગયા હતાં અને પોતાની ભૂલ પર શરમ અનુભવી હતી. તેમણે મહિલાનો આભાર માન્યો હતો.

મહિલાએ પોતાની ઓળખ ગુપ્ત રાખીઃ
ગ્રેવસેન્ડ પોલીસે એક નિવેદનમાં આ ઘટનાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે બાળકને તેની માતાને સોંપવામાં આવ્યું છે. મહિલાએ પોતાની ઓળખ ગુપ્ત રાખી છે. ઘટના એક બિલ્ડિંગમાં લાગેલા સીસીટીવીમાં રેકોર્ડ થઈ છે. જે વ્યક્તિએ આ ઘટનાનો વીડિયો બનાવ્યો હતો તેણે ગ્રેવસેન્ડ ફેસબુક ગ્રૂપમાં શૅર કર્યો હતો. યુઝર્સ કહી રહ્યાં છે કે આ મહિલાને ઈનામ આપવું જોઈએ.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a cosmic journey blasting off into the universe of endless possibilities! ? The captivating content here is a captivating for the imagination, sparking curiosity at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of inspiring insights! #AdventureAwaits Dive into this cosmic journey of imagination and let your thoughts fly! ✨ Don’t just read, immerse yourself in the thrill! #FuelForThought ? will be grateful for this exciting journey through the worlds of discovery! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page