Sunday, April 14, 2024
Google search engine
HomeBollywoodલતા મંગેશકરનું સોંગ ગાઈને આ મહિલા રાતોરાત થઈ ગઈ ફેમસ

લતા મંગેશકરનું સોંગ ગાઈને આ મહિલા રાતોરાત થઈ ગઈ ફેમસ

મુંબઈ: બોલિવૂડના ઓલ્ડ ક્લાસિક ગીતોના ચાહકોનો વર્ગ બહુ જ મોટો છે. હવે સોશિયલ મીડિયામાં આ જમાનામાં કોઈ પ્રતિભાને રાતોરાત ઓળખ મળી શકે છે ત્યારે એક સરસ વીડિયો વાયરલ થયો છે.

હાલમાં કોઈ નેટિઝને એક વૃદ્ધ મહિલાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો જે રાતોરાત ફેમસ થઈ ગયો છે. આ મહિલા લતા મંગેશકરે ગાયેલા ગીત ‘એક પ્યાર કા નગ્મા….’ સોંગ ગાઈ રહી છે. આ ગીત 1972માં આવેલી બોલિવૂડ ફિલ્મ શોરનું છે.

આ વીડિયો વેસ્ટ બંગાલના રાનાઘાટ સ્ટેશન પર શૂટ કરવામાં આવ્યો છે. આ ગીત તાજી હવાની લહેરખી જેવું કર્ણપ્રિય છે. આ મહિલા સ્ટેશન પર જ રહે છે. તેનો આ વીડિયો ફેસબુક પર BarpetaTown દ્વારા શેર કરાયો છે. આ વીડિયો ઈન્ટરનેટ પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. નેટિઝન આ ગીતના બે મોંઢે વખાણ કરી રહ્યા છે.

આ ગીત ફિલ્મ શોરનું છે અને એનું ફિલ્માંકન મનોજ કુમાર, નંદા અને માસ્ટર સત્યજિત રે પર કરવામાં આવ્યું છે. આ ગીત હજી પણ સંગીતપ્રેમીઓના દિલમાં સચવાયેલું છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a rocket launching into the universe of excitement! ? The captivating content here is a rollercoaster ride for the mind, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of exhilarating insights! #MindBlown Dive into this thrilling experience of discovery and let your mind fly! ? Don’t just enjoy, savor the excitement! #FuelForThought Your mind will be grateful for this exciting journey through the dimensions of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page