આ મહિલા IASએ એવું તે શું કર્યું કે લોકો કરી રહ્યાં છે વખાણ

National

નવી દિલ્હી: 8 માર્ચે આખી દુનિયા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવે છે. આ દિવસ મહિલાઓ માટે ખાસ હોય છે. કારણ કે આ દિવસે તેમની સફળતાની ઉજવણી કરવામાં આવે છે. જો કે હાલ 8 માર્ચને ત્રણ દિવસ બાકી છે. પરંતુ તેની તૈયારી કેટલાક લોકો પહેલાથી જ કરી રહ્યા છે. આ વચ્ચે મહારાષ્ટ્રના મહિલા કલેક્ટર સુમન રાવ ચંદ્રએ એક અનોખી પહેલ શરૂ કરી છે. જેના લોકો ખૂબ જ વખાણ કરી રહ્યા છે.

મહારાષ્ટ્રના બુલઢાણાના જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર સુમન રાવત ચંદ્રએ એક શાળાની વિદ્યાર્થિનીને એક દિવસ માટે કલેક્ટર બનાવી છે.

બાળકીને એક દિવસની કલેક્ટર બનાવવામાં આવી હોવાની ખબર સૌથી પહેલા IAS સુમન રાવત ચંદ્રએ ટ્વીટ કરીને શેર કરી છે. જ્યાં વિદ્યાર્થિની તેમની ખુરશી પર નજર આવી રહી છે. અને સામે બીજી ખુરશી પર બુલઢાણાના કલેક્ટર છે.

જણાવી દઈએ કે, આઈએએસ અધિકારી સુમન રાવત ચંદ્રએ જે વિદ્યાર્થિનીને એક દિવસની કલેક્ટર બનાવી છે તેનું નામ પૂનમ દેશમુખ છે.

જણાવી દઈએ કે, આઈએએસ અધિકારી સુમન રાવત 8 માર્ચ સુધી રોજ કોઈને કોઈ બાળકીને એક-એક દિવસ માટે કલેક્ટર બનાવશે.

કલેક્ટર સુમન રાવત ચંદ્રની આ પહેલ પર એક ટ્વિટર યૂઝરે લખ્યું હતું કે, આ ખૂબ જ પ્રેરણાદાયી છે. તો અન્ય એક યૂઝરે લખ્યું કે, આ ખરેખર અમને સૌને પ્રેરિત કરે છે. ત્રીજાએ લખ્યું, યુવાનોને પ્રેરિત કરવા માટે અનુકરણીય પહેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *