Head Tag: Body Tag:

14 વર્ષની કિશોરી પર રોજ 15-15 લોકો ગુજારતા બળાત્કાર, વાત કરતાં કરતાં રડી પડી

સોહના રોડ પર આવેલ એક સ્પા સેન્ટરમાં કાર્યરત કિશોરીને જબરદસ્તી દેહ વ્યાપારમાં ધકેલવાનો કેસ નોંધવામાં આવ્યો છે. ઘરમાં પીડિતા ગુમસુમ રહેવા લાગતાં પરિવારજનોએ આ અંગે પૂછ્યું ત્યારે કિશોરીએ જાતે જ આ બાબતે માહિતી આપી. ફરિયાદના આધારે મહિલા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધી લેવામાં આવ્યો છે.

તો, આરોપી સ્પા સેન્ટર બંધ કરીને ભાગી ગયા છે. મળેલ માહિતી અનુસાર મૂળ દિલ્હીની રહેવાસી 14 વર્ષીય સગીરની પારિવારિક સ્થિતિ ઠીક નહોંતો અને તેને નોકરીની બહુ જરૂર હતી. આ દરમિયાન એક મહિલાએ લગભગ ત્રણ મહિના પહેલાં સોહના રોડ પર આવેલ સ્પા સેન્ટરમાં તેને રિસેપ્શનિસ્ટની નોકરી અપાવી. આરોપ છે કે, ત્રણ-ચાર દિવસ સુધી ડ્યૂટી કર્યા બાદ સગીર કિશોરીને સ્પા સેન્ટરના સંચાલકે યુવકો સાથે સ્પાની અંદર જવાનું કહ્યું.

વીડિયો બનાવી કરી બ્લેકમેલ
આનાથી કિશોરીએ સ્પષ્ટ ના પાડી દીધી. ત્યારબાદ સ્પા સેન્ટરના સંચાલક અને ત્યાં કાર્યરત મેનેજરે જબરદસ્તી યુવાનો સાથે સ્પામાં બનાવેલ ઓરડામાં મોકલી અને ત્યારબાદ ઘણા બધા લોકોએ તેની સાથે રેપ કર્યો. આ દરમિયાન સ્પાઈ કેમેરાથી સ્પા સેન્ટરના સંચાલકે વીડિયો બનાવી લીધો. ત્યારબાદ કિશોરીએ ડ્યૂટી પર આવવાની ના પાડી તો આરોપીએ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી અને તેને ડ્યૂટી પર આવવાનું કહ્યું.

ચૂપચાપ રહેવા લાગી હતી કિશોરી
ત્યારબાદ કિશોરી ચૂપચાપ રહેવા લાગી તો તેના પરિવારજનોએ તેનુંકારણ પૂછ્યું, ત્યારે પીડિતાએ ઘરવાળાંને આખી ઘટના કહી, ત્યારબાદ પરિવારજનોએ મહિલા પોલીસ સ્ટેશન ઈસ્ટમાં ફરિયાદ નોંધાવી. આરોપી સ્પા સેન્ટર બંધ કરીને ભાગી ગયો છે, જેની ધરપકડ માટે પોલીસની ઘણી ટીમોને કામે લગાડી છે. આ બાબતે પોલીસ આયુક્ત કલા રામચંદ્રને જાતે રસ દાખવી અધિકારીઓને જલદીમા જલદી આરોપીઓની ધરપકડ કરવાના આદેશ આપ્યા છે.

તો આ બાબતે દિલ્હી મહિલા આયોગની અધ્યક્ષ સ્વાતિ માલિવાલે ટ્વિટ કરી લખ્યું છે, “14 વર્ષની બાળકી સાથે સ્પામાં દરરોજ 15 લોકોએ રેપ કર્યો. સ્પાના નામે દેહ વ્યાપારનો ધંધો ચાલતો હતો અને સરકાર મૂક દર્શક બનીને બેઠી છે. અમે રેડ કરીએ ત્યારે થોડા દિવસ સુધી ધંધો બંધ કરી દેવામાં આવે છે. પરંતુ સરકાર જો કડક પગલાં નહીં લે તો બાળકીઓ આની શિકાર બનતી જ રહેશે. “