Head Tag: Body Tag:

દરિયા કિનારે લટાર મારી હતી મહિલા, રાતોરાત બની ગઈ કરોડપતિ

બેંગકોકઃ નસીબ બહુ મોટી બાબત છે. તે તમને ક્યારેક કરોડપતિ તો ક્યારેક ગરીબ બનાવી દે છે. હાલમાં જ થાઈલેન્ડમાં આવી જ કંઈક ઘટના બની હતી. અહીંયા નાખોન સી થમ્મારટ ((Coast Of Nakhon Si Thammarat)ના કિનારે એક મહિલાને રેતીમાંથી એવું કંઈક મળ્યું કે તે રાતોરાત કરોડપતિ બની ગઈ.

વાસ્તવમાં 49 વર્ષીય સિરિપોર્ન ન્યૂમરીન જ્યારે દરિયા કિનારે ફરતી હતી ત્યારે તેને અજીબ વસ્તુ જોવા મળી હતી. ન્યૂમરીનને આ વસ્તુમાંથી માછલીની વાસ આવતી હતી. તેને લાગ્યું કે આ વસ્તુ અન્ય કોઈને કામમાં આવશે. આથી તે પોતાના ઘરે લઈને આવી હતી. ત્યારબાદ તેણે આસપાસના લોકોને આ વસ્તુની ઓળખ કરવાનુ કહ્યું હતું. પછી તેને કહેવામાં આવ્યું કે આ વિચિત્ર વસ્તુ વ્હેલ માછલીની ઉલ્ટી છે. આને એમ્બરગ્રીસ કહેવામાં આવે છે.

આ સાંભળીને ન્યૂમરીનને નવાઈ લાગી હતી. તેને ખ્યાલ આવ્યો કે માછલીની ઉલ્ટીની ઈન્ટરનેશનલ માર્કેટમાં ઘણી જ ઊંચી કિંમત હોય છે. ન્યૂમરીનને મળેલી માછલીની ઉલ્ટીની પહોળાઈ 12 ઈંચ તથા 24 ઈંચ લાંબી હતી. માર્કેટમા આ ઉલ્ટીની કિંમત 1.8 કરોડ રૂપિયા છે.

વ્હેલ માછલીની ઉલ્ટી કે એમ્બરગ્રીસનું ઉત્પાદન શુક્રાણુ વ્હેલની પ્રણાલી છે. આનો ઉપયોગ પર્ફ્યૂમાં થાય છે. આ ઉલ્ટી સુગંધને લાંબા સમય સુધી રાખવાની ક્ષમતા ધરાવે છે.

વ્હેલની ઉલ્ટી સાચી છે કે નહીં તે ચેક કરવું હોય તો આગળનો હિસ્સો આગ તરફ લઈ જાય અને જો તે પીગળીને ફરીથી કઠોર બની જાય તો તે એમ્બરગ્રીસ એટલે કે ઉલ્ટી જ છે. ન્યૂમરીને પણ આ જ રીતે તપાસ કરી હતી. ન્યૂમરીન હવે તેના ઘરે એક્સપર્ટ્સ આવે તેની રાહમાં છે. તેને આશા છે કે તેને બહુ બધા પૈસા મળશે. હાલમાં તેણે વ્હેલની ઉલ્ટીને સંભાળીને રાખી છે.

Leave a Reply

Your email address will not be published.