Tuesday, April 9, 2024
Google search engine
HomeFeature Rightભૂખથી તડપી રહેલાં બાળકનું દર્દ સહન ન કરી શકી માતા, ગળું દબાવીને...

ભૂખથી તડપી રહેલાં બાળકનું દર્દ સહન ન કરી શકી માતા, ગળું દબાવીને મારી નાખ્યો

લખનઉ: ઉત્તર પ્રદેશના કન્નોજ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભૂખથી તડપી રહેલા બાળકની ચીસો સહન ના થતાં માતાએ તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી છે. મામલો બહાર આવતાં પોલીસ પણ ચોંકી ગઈ છે. સૂત્રો મુજબ પોસ્ટમોર્ટમમાં બાળકની હત્યાની પુષ્ટિ થઈ ગઈ છે. કન્નોજ જિલ્લાના છિબરામઉની આ ઘટનાથી યુપીમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

પોલીસના જણાવ્યા મુજબ છિબરામઉમાં રૂખસાર નામની મહિલા ત્રણ બાળકો સાથે રહેતી હતી. મુંબઈમાં નોકરી કરતાં પતિ શાહિદ સાથે તેને ઝઘડો થઈ ગયો હતો. જેના કારણે તે 4-5 મહિનાથી ઘરે રૂપિયા મોકલતો નહોતો. આવી મુશ્કેલ સ્થિતિમાં તે જેમ-તેમ કરી બાળકોનું પેટ ભરતી હતી. થોડાંક મહિલા પહેલાં તેના 8 મહિનાના બાળક અહદને લોહી સંબંધિત બીમારી થઈ હતી. રૂખસારે ઘરેણાં અને સામાન વેચીને 90 હજારમાં પુત્ર અહદની આગ્રામાં સારવાર કરાવી હતી. છેલ્લાં 3-4 દિવસથી તેની પાસે એક પણ રૂપિયો નહોતો.

ગુરૂવાર સાંજે તાવમાં લેપેટાયેલા બાળકને લઈને તે ડોક્ટર પાસે પહોંચી હતી, જોકે બાકી ઉધાર ચૂકવ્યા વગર ડોક્ટર દવા આપવા તૈયાર થયો નહોતો. દરમિયાન બાળક ભૂખના કારણે ચીસો પાડવા લાગ્યો હતો. રૂખસારે સાંજે 6 વાગ્યે પાણીમાં ખાંડ ઓગાળીને બાળકને પીવડાવી હતી, જેથી તે ઉંઘી ગયો હતો. સાંજે 8.30 વાગ્યા સુધી બાળક ઉઠ્યો નહીં તો પરિવારના લોકોને શંકા ગઈ. ત્યારે બીજા બાળકોએ કહ્યું કે માતાએ ભાઈને ગળું દબાવીને મારી નાખ્યો છે.

પોલીસ પૂછપરછમાં રૂખસારે કહ્યું હતું કે તે ત્રણ દિવસથી બાળકો માટે દૂઘની વ્યવસ્થા પણ કરી શકતી નહોતી, એટલા માટે તેને ગળું દબાવીને મારી નાખ્યો હતો.

RELATED ARTICLES

2 COMMENTS

  1. I engaged on this online casino site and succeeded a considerable sum of money, but later, my mother fell ill, and I wanted to take out some money from my balance. Unfortunately, I experienced difficulties and was unable to withdraw the funds. Tragically, my mom passed away due to the gambling platform. I request for your help in bringing attention to this website. Please support me to obtain justice, so that others won’t experience the hardship I am going through today, and avert them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page