Tuesday, April 9, 2024
Google search engine
HomeSportsવર્લ્ડ કપ 2019: 5 વખત વિજેતા ઓસ્ટ્રેલિયાને હરાવીને ઈંગ્લેન્ડ ફાઈનલમાં પહોંચ્યું

વર્લ્ડ કપ 2019: 5 વખત વિજેતા ઓસ્ટ્રેલિયાને હરાવીને ઈંગ્લેન્ડ ફાઈનલમાં પહોંચ્યું

બર્મિંગહામઃ ક્રિકેટ વર્લ્ડ કપ 2019ની બીજી સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે પરાજય આપ્યો હતો. આ સાથે ઈંગ્લેન્ડ 27 વર્ષ બાદ ચોથી વાર વર્લ્ડ કપની ફાઈનલ રમશે. જ્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા પહેલી વાર સેમીફાઈનલમાં હાર્યું છે.

224 રનનો પીછો કરતાં ઈંગ્લેન્ડે 32.1 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કર્યો હતો. ઈંગ્લેન્ડ 14મી જુલાઈએ લોર્ડ્સ ખાતે ન્યુઝિલેન્ડ સામે પહેલી વાર વર્લ્ડ ચેમ્પિયન બનવા મેદાને ઉતરશે. ભારતને હરાવીને કિવિઝ સતત બીજી વાર ફાઈનલમાં પહોંચ્યું છે. તેવામાં રવિવારે ક્રિકેટને નવું વર્લ્ડ ચેમ્પિયન મળશે તે નક્કી છે.

1992 બાદ પ્રથમવાર ઈંગ્લેન્ડની ટીમ વર્લ્ડકપની ફાઈનલમાં પહોંચી છે. ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ અત્યાર સુધી એક પણ વખત વર્લ્ડકપ જીત્યા નથી.

RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page