Friday, April 12, 2024
Google search engine
HomeSportsમેચ ટાઈ, સુપર ઓવર ટાઈ છતાં ન્યુઝીલેન્ડ કેમ હાર્યું? આ હતું મોટું...

મેચ ટાઈ, સુપર ઓવર ટાઈ છતાં ન્યુઝીલેન્ડ કેમ હાર્યું? આ હતું મોટું કારણ

લંડન: વર્લ્ડકપની હાઈવોલ્ટેજ અને અત્યંત રસાકસભી ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ન્યુઝીલેન્ડનો પરાજય થયો હતો. હ્રદયના ધબકારા વધારી મૂકતી ફાઈનલ મેચ ટાઈ થઈ હતી અને સુપર ઓવર રમાઈ હતી, જે પણ ટાઈ થઈ હતી, આમ છતાં ન્યુઝીલેન્ડનો પરાજય થયો તેનું કારણ આઈસીસીનો નિયમ છે.

નિમય મુજબ મેચ ટાઈ થાઈ તો સુપર ઓવર રમાડવામાં આવે છે. અને સુપર ઓવર પણ ટાઈ થાય તો જે ટીમે મેચ+સુપર ઓવરમાં વધુ બાઉન્ડ્રી ફટકારી હોય તેને વિજેતા જાહેર કરવામાં આવે છે.

ન્યુઝીલેન્ડે તેની ઈનિંગમાં 241 રન કરી ઈંગ્લેન્ડને 242 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઈંગ્લેન્ડે 50 ઓવરમાં 241 રન જ કરી શકતાં મેચ ટાઈ થઈ હતી. મેચ ટાઈ થતાં સુપર ઓવર રમાઈ હતી.

સુપરમાં ઓવરમાં પહેલા બેટિંગ કરતાં ઈંગ્લેન્ડે 15 રન કરી શકતાં ન્યુઝીલેન્ડને મેચ જીતવા માટે 16 રનનો ટાર્ગેટ આવ્યો હતો. ન્યુઝીલેન્ડ સુપર ઓવરમાં 15 રન જ કરી શકતાં સુપર ઓવર પણ ટાઈ થઈ હતી.

મેચ પછી સુપર ઓવર પણ ટાઈ થતાં ક્રિકેટના નિમય મુજબ જે ટીમે મેચ અને સુપર ઓવરમાં વધુ બાઉન્ડ્રી ફટકારી હોય તે વિજેતા બને છે. ઈંગ્લેન્ડે કુલ 26 (24 ચોગ્ગા+ 2 છગ્ગા) ફટકાર્યા હતા, જ્યારે ન્યુઝીલેન્ડની ટીમે 17 બાઉન્ડ્રી(14 ચોગ્ગા+ 3 છગ્ગા) જ ફટકારી હતી. આમ ન્યુઝીલેન્ડ કરતાં ઈંગ્લેન્ડે 9 બાઉન્ડ્રી વધુ ફટકારી હોવાથી તેને વિજેતા જાહેર કરાયું હતું.

બીજી તરફ સોશિયલ મીડિયામાં ન્યુઝીલેન્ડના વખાણ થઈ રહ્યા છે. આઈસીસીના આ નિયમથી ન્યુઝીલેન્ડને અન્યાય થયો હોવાનું યુઝર્સ કહી રહ્યા છે.

શું કહે છે સુપર ઓવરનો નિમય

  • આઈસીસી ટૂર્નામેન્ટમાં મહત્વની વન-ડે મેચો સુપર ઓવરના નિમય મુજબ રમાડવામાં આવે છે. જેમાં મેચ ટાઈ થાય તો સુપર ઓવર રમાડવામાં આવે છે.
  • જે ટીમનું છેલ્લું બેટિંગ હોય તેને સુપરમાં ઓવરમાં પહેલાં બેટિંગ કરવા આવવાનું રહે છે.
  • સુપર ઓવર ત્રણ બેટ્સમેન અને એક બોલર દ્વારા રમાડવામાં આવે છે. એટલે કે બેટિંગ સાઈટમાં ત્રણ બેટ્સમેન જ રમી શકે છે, જ્યારે બોલિંગ એક બોલરે નાંખવાની રહે છે.
  • સુપર ઓવરમાં ટીમ બે વિકેટ સુધી જ રમી શકે છે. જે ટીમની બે વિકેટ પડી જાય તો તેને ઓલઆઉટ ગણવામાં આવે છે.
  • સુપર ઓવર પણ ટાઈ થાય તો જે ટીમે મેચ તેમજ સુપર ઓવરમાં વધુ બાઉન્ડ્રી ફટકારી હોય તેને વિજેતા જાહેર કરવામાં આવે છે.
RELATED ARTICLES

4 COMMENTS

  1. I participated on this gambling website and won a considerable amount, but eventually, my mother fell ill, and I needed to cash out some earnings from my balance. Unfortunately, I encountered issues and was unable to complete the withdrawal. Tragically, my mother died due to such online casino. I request for your help in lodging a complaint against this website. Please support me in seeking justice, so that others won’t experience the suffering I am going through today, and avert them from crying tears like mine. ???�

  2. I played on this online casino site and won a considerable cash, but eventually, my mother fell sick, and I needed to withdraw some money from my account. Unfortunately, I experienced issues and couldn’t withdraw the funds. Tragically, my mom died due to such online casino. I implore for your assistance in reporting this website. Please assist me in seeking justice, so that others won’t face the pain I am going through today, and stop them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page