સગાઈ પછી તરત જ યુવતીએ ફિયાન્સની સાથે બાંધ્યા શારીરિક સંબંધો પછી….

National

મધ્યપ્રદેશના ભોપાલમાં ફિયાન્સ સાથે શારીરિક સંબંધ બાંધવો એક યુવતીને ભારે પડ્યો હતો. વધારે બ્લિડિંગને લીધે યુવતીનું મોત થઈ ગયું હતું. પોસીસ ફિયાન્સની પૂછપરછ કરી રહી છે. તેમણે જણાવ્યું કે, છોકરી મંડીદીપની રહેવાસી છે અને પોતાના ફિયાન્સને મળવા માટે ભોપાલ આવી હતી. સોમવારે સાંજે લગભગ 5 વાગ્યા બંને વચ્ચે ફિઝિકલ રિલેશન થયા હતા અને તે પછી છોકરીને બ્લિડિંગ થવાનું શરૂ થઈ ગયું હતું.

વધારે બ્લિડિંગ બંધ થયું નહીં તો ફિયાન્સ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયો હતો. ત્યાં સારવાર પછી પણ બ્લિડિંગ બંધ થયું નહોતું અને તેનું મોત થઈ ગયું હતું. પોલીસને ડોક્ટરે જાણ કર્યા પછી આ ઘટના અંગે તપાસ હાથ ધરી છે. પોલીસે છોકરાની ધરપકડ કરી તેની પૂછપરછ શરૂ કરી છે. છોકરાએ જણાવ્યું કે, ‘તે એક હોટેલમાં કામ કરે છે અને બંનેના ખૂબ જ જલદી લગ્ન થવાના હતાં.’

પોલીસે જણાવ્યા મુજબ, ‘છોકરીની ઉંમર 28 વર્ષ હતી. શરીરમાંથી વધુ બ્લિડિંગ થવાને લીધે તેમનું મોત થયું છે.’ સારવાર કરનારા ડૉક્ટરોએ જણાવ્યું કે, ‘ઘણાં પ્રયત્નો પછી પણ બ્લિડિંગ પણ બંધ થયું નથી. જેને લીધે છોકરીનું મોત થઈ ગયું. પોલીસે છોકરીના શબનું પોસ્ટમોર્ટમ કરાવ્યું છે.’

જેપી હોસ્પિટલમાં ગાયનોકોલોજિસ્ટ ડૉ. શ્રદ્ધા અગ્રવાલ પાસે આ અંગે વાત કરી તો તેમણે જણાવ્યું કે, ‘આવો મામલો સંવેદનશીલ હોય છે. બ્લિડિંગના ઘણાં કારણો હોઈ શકે છે. એટલે આ અંગે પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી કંઈક કહી શકાશે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *