MP પ્લેન ક્રેશમાં ગુજરાતના જાણીતા બિઝનેસમેનની પુત્રીનું અવસાન, ઘરે બેસીને પાઠવો શ્રદ્ધાંજલિ

MP પ્લેન ક્રેશમાં ગુજરાતના જાણીતા બિઝનેસમેનની પુત્રીનું અવસાન, ઘરે બેસીને પાઠવો શ્રદ્ધાંજલિ

મધ્યપ્રદેશમાં વિમાન તૂટી પડતાં સર્જાયેલી લોહિયાળ દુર્ઘટનામાં ગાંધીધામના તાલીમી પાઈલટ વૃષંકા ચંદનભાઈ માહેશ્વરી સહિત બે જણનાં મૃત્યુ થયાં હોવાના અહેવાલ સાંપડયા હતા. આ બનાવને પગલે ગાંધીધામ સંકુલમાં ગમગીની પ્રસરી હતી. મધ્યપ્રદેશના બાલાઘાટના જંગલ વિસ્તાર કિરણાપુરમાં ચાર્ટર્ડ પ્લેન તૂટી પડતાં આ દુર્ઘટના સર્જાઇ હતી તે સમયે પ્લેનમાં ટ્રેઈની પાયલટ તરીકે ગાંધીધામની દીકરી વૃષંકા માહેશ્વરી અને ઈન્સ્ટ્રક્ટર…

ગુજરાતનું એક એવું મંદિર જ્યાં સૂર્યનું પહેલું કિરણ આ મૂર્તિ પર પડે છે

ગુજરાતનું એક એવું મંદિર જ્યાં સૂર્યનું પહેલું કિરણ આ મૂર્તિ પર પડે છે

પોરબંદર નજીકના કુતિયાણા તાલુકાના જમરા ગામે આવેલ શિવસૂર્ય રન્નાદે મંદિર ઐતિહાસિક મહત્વ ધરાવે છે. જ્યાં સૂર્યનું પહેલું કિરણ ભગવાન સૂર્યની મૂર્તિ પર પડે છે. પોરબંદર જિલ્લામાં આવેલ કુતિયાણા તાલુકાના જમરા ગામમાં એક પ્રાચીન સૂર્ય – રાંદલ મંદિર આવેલું છે. જે મોઢેરાના સૂર્ય મંદિરથી પણ 500 વર્ષ જૂનું છે. જે વલ્લભીપુર રાજધાનીના વખતમાં શીલાદૈત્ય નામના રાજાએ…

‘ડાયરા કિંગ’ કિર્તીદાન ગઢવીએ પરિવાર સાથે નવા બંગલોમાં કર્યાં શ્રી ગણેશ

‘ડાયરા કિંગ’ કિર્તીદાન ગઢવીએ પરિવાર સાથે નવા બંગલોમાં કર્યાં શ્રી ગણેશ

જાણીતા સિંગર કીર્તિદાન ગઢવીનો જન્મ આણંદ જિલ્લાના વાલવોડમાં થયો હતો. કીર્તિદાન ગઢવીએ વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. કિર્તીદાન ગઢવીએ તેમના નવા ઘરમાં થોડા દિવસ પહેલા જ ગૃહ પ્રવેશ કર્યો છે. કીર્તિદાનના ઘરમાં મારો એક લટાર. મહત્વની વાત એ છે કે, કીર્તિદાન ગઢવી હાલ જ્યાં રહે છે તે બંગલોનું નામ ‘સ્વર’ છે અને તેમના પુત્રનું નામ…

વલસાડમાં સંતાનોની સાક્ષીમાં માતા-પિતાના અનોખા લગ્ન, જુઓ તસવીરો

વલસાડમાં સંતાનોની સાક્ષીમાં માતા-પિતાના અનોખા લગ્ન, જુઓ તસવીરો

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારના નડગધરી ગામમાં યોજાયેલા આદિવાસી સમાજના સમૂહલગ્નમાં ચાંલ્લાવિધિ કરી સાથે રહેતા યુગલોના વિધિવત રીતે લગ્ન પ્રસંગે મોટા ભાગના નવદંપતીઓના સંતાનોએ પણ ઉપસ્થિત રહી માતાપિતાના લગ્નના સાક્ષી બન્યા હતા. વલસાડ જીલ્લાના નડગધરી ગામના સાદડપાડા ફળીયામાં નડગધરીના ગ્રામજનો તથા મિત્રમંડળ દ્વારા આયોજીત આ સમૂહલગ્નમાં ધરમપુર તાલુકાના ગામો સહિત મહારાષ્ટ્રના ચાંલ્લા કરી સાથે…

બાઈક કે કાર પણ નહીં ચલાવનાર આ મહિલા હાલ દોડાવે છે વંદેભારત ટ્રેન

બાઈક કે કાર પણ નહીં ચલાવનાર આ મહિલા હાલ દોડાવે છે વંદેભારત ટ્રેન

મુંબઇ : સીએસટી-સોલાપુર- સીએસટી વંદેભારત એક્સપ્રેસની બાગડોર સોમવારથી મહિલા લોકો પાયલટના હાથમાં સોંપવામાં આવી છે. એશિયાના પ્રથમ મહિલા લોકો-ડ્રાઇવર સુરેખા યાદવને ઘાટવાળા કપરા રૃટ પર વંદેભારત દોડાવવાનું મોકો મળ્યો છે. પહેલા દિવસે તેમણે આ ટ્રેન પાંચ દિવસ વહેલી પહોંચાડી દીધી હતી. નવાઈની વાત એ છે કે તેમણે ક્યારેય કાર કે સ્કુટર ચલાવ્યાં નથી પરંતુ ત્રણ…

વરસાદની આગાહી કરનાર અંબાલાલ પટેલની પર્સનલ લાઈફ વિશે કોઈ નહીં જાણતું હોય

વરસાદની આગાહી કરનાર અંબાલાલ પટેલની પર્સનલ લાઈફ વિશે કોઈ નહીં જાણતું હોય

અમદાવાદના વિરામગામના રૂદાતલ ગામમાં કે જે હાલમાં દેત્રોજ નામથી ઓળખાય છે એ ગામમાં પહેલી સપ્ટેમ્બર 1947ના રોજ અંબાલાલ પટેલનો જન્મ થાય છે. ત્યારે ક્યાં કોઈને ખબર હતી કે આ છોકરો મોટો થઈને આખા ગુજરાતના હવામાન અંગે આગાહી કરશે અને એ સાચી પણ પડશે. ત્યારબાદ અંબાલાલ પટેલે પ્રાથમિક શાળાનું શિક્ષણ ગામમાં જ લીધું અને માધ્યમિક શાળા…

ગૌતમ અદાણીના નાના પુત્ર જીતની ડાયમંડ બિઝનેસમેનની દીકરી સાથે થઈ સગાઈ

ગૌતમ અદાણીના નાના પુત્ર જીતની ડાયમંડ બિઝનેસમેનની દીકરી સાથે થઈ સગાઈ

ભારતના બીજા સૌથી ધનિક બિઝનેસમેન ગૌતમ અદાણીના દીકરા જીત અદાણીની રવિવારે(12 માર્ચ) દીવા જૈમિન શાહ સાથે સગાઈ થઈ. સગાઈ સમારોહ ગુજરાતના અમદાવાદમાં આયોજિત થયો. આ પ્રોગ્રામમાં માત્ર ગાઢ મિત્રો અને પરિવારના લોકો સામેલ થયા. દીવા સી.દિનેશ એન્ડ કંપની પ્રાઈવેટ લિમિટેડના હીરા વ્યાપારી જૈમિન શાહની દીકરી છે. જોકે હાલ લગ્નની તારીખ સામે આવી નથી. જીત અને…

વડોદરામાં ધોરણ 10ની પરીક્ષા આપે તેના એક દિવસ પહેલા જ વિદ્યાર્થિનીની માતાનું મોત

વડોદરામાં ધોરણ 10ની પરીક્ષા આપે તેના એક દિવસ પહેલા જ વિદ્યાર્થિનીની માતાનું મોત

આજથી ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે, ત્યારે વડોદરાના દંતેશ્વરમાં અનોખો કિસ્સો સામે આવ્યો છે. જેમાં માતાના મૃત્યુ બાદ દીકરી પરીક્ષા આપવા માટે બરોડા હાઇસ્કૂલ ONGC ખાતે પહોંચી ગઈ હતી અને માતાના મૃત્યુના આઘાત વચ્ચે પરીક્ષા આપી હતી. પરીક્ષા આપ્યા બાદ વિદ્યાર્થિની ખુશી પાટકરે જણાવ્યું હતું કે, પેપર સારું ગયું છે. માતાને અંતિમ…

ભણેલી-ગણેલી યુવતીએ ભગવાન કૃષ્ણ સાથે વાજતે-ગાજતે કર્યાં મેરેજ, જુઓ તસવીરો

ભણેલી-ગણેલી યુવતીએ ભગવાન કૃષ્ણ સાથે વાજતે-ગાજતે કર્યાં મેરેજ, જુઓ તસવીરો

એક છોકરીના લગ્ન ભગવાન કૃષ્ણ સાથે થયા. પંડિતજીએ મંત્રોનો જાપ કર્યો અને નિયમો અને રીતિ-રિવાજ મુજબ સાત ફેરા કરાવ્યા. સંપૂર્ણ રીતિ-રિવાજ સાથે થયેલા આ લગ્નમાં પરિવારના તમામ સભ્યોએ પણ ભાગ લીધો હતો. ખાસ વાત એ છે કે દીકરીના આ નિર્ણયથી માતા-પિતા ખુશ હતા. આ લગ્નમાં માતા-પિતાએ કન્યાદાન પણ કર્યું હતું. યુવતી પક્ષ હવે ભગવાન કૃષ્ણને…

અમરેલીમાં સમુહ લગ્નમાં બે આખલા બાખડ્યાં, મંડપમાં મચી ગઈ દોડધામ

અમરેલીમાં સમુહ લગ્નમાં બે આખલા બાખડ્યાં, મંડપમાં મચી ગઈ દોડધામ

અમરેલીઃ અમરેલીમાં રખડતા પશુઓના કારણે ઘણી પરેશાનીઓનો ભોગ બનવાનું થતું રહ્યું છે, વિવિધ સમયે ઘણા લોકોના ભોગ પણ લેવાયા છે. ઘણા લોકો ઈજાગ્રસ્ત પણ થયાના અહેવાલો સામે આવ્યા છે ત્યારે અમરેલીના ચાલાલા ખાતેના એક સમુહ લગ્નમાં બે આખલા આવી ચઢ્યા હતા. બંને વચ્ચેનું યુદ્ધ જોવા એક સમયે જાનૈયાઓ અને મહેમાનો પણ આવી ચઢ્યા હતા. એક…