Tuesday, April 9, 2024
Google search engine
HomeGujaratભક્તો સહિત રંગોત્સવમાં રંગાયુ સાળંગપુરધામ, પરિસરમાં 70થી 80 ફૂટ ઊંચા કલરના 400...

ભક્તો સહિત રંગોત્સવમાં રંગાયુ સાળંગપુરધામ, પરિસરમાં 70થી 80 ફૂટ ઊંચા કલરના 400 બ્લાસ્ટ કરાયા

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શા. શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીની પ્રેરણાથી તથા પ.પૂ. કોઠારીશ્રી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી હોળી-ધુળેટી પર્વ નિમિત્તે 25 માર્ચે ૨૦૨૪ના રોજ ગુજરાતના સૌથી મોટા રંગોત્સવ અંતર્ગત સપ્તધનુષ્યના રંગની થીમ ઉપર સાત કલરના ૫૧,૦૦૦ કિલો રંગો દ્વારા દિવ્ય રંગોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.

આ રંગોત્સવની વિશેષતાની વાત કરીએ તો……

• દાદાને હોળી-ધૂળેટીના દિવસે વિશેષ ફુલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.

• મંગળા આરતી 5:૩૦ કલાકે પ.પૂ. કોઠારીશ્રી વિવેકસાગર સ્વામી દ્વારા- શણગાર આરતી સવારે 7:૦૦ કલાકે પ.પૂ.શાસ્ત્રી શ્રીહરિપ્રકાશ સ્વામી દ્વારા કરવામાં આવેલ.

• સવારે 07:30 થી 11:00 કલાક દરમિયાન મંદિરના પરિસરમાં જેમાં શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી અને કોઠારી શ્રી વિવેકસાગર સ્વામી સહિતના સંતો અને 1 લાખથી વધુ ભક્તો એકસાથે દાદાના રંગે રંગાયા.

• 7 પ્રકારના 51 હજાર કિલો રંગ દાદાને અર્પણ કરાયા, આ સપ્ત ધનુષના ઓર્ગેનિક રંગો ડાયરેક્ટ કલરની ફેક્ટરી ઉદયપુરથી મંગાવવામાં આવ્યા હતા. દાદાને રંગ ધરાવીને ભક્તો પર સંતો દ્વારા છંટકાવ કરવામાં આવ્યા હતા.

• મંદિર પરિસરમાં 70થી 80 ફૂટ ઊંચા કલરના 400 બ્લાસ્ટ કરાયા તો 20000 કિલો કલરને એર પ્રેશર મશીનથી હવામાં ઉડાવાયો.

• આ હોળીને વધારે મનોરંજક બનાવવા માટે 60 ઢોલીઓ નાસિક ઢોલના તાલે ધૂમ મચાવી અને ભક્તો હોળી રમ્યા બાદ રાસની રમઝટ બોલાવી- સંતોના સાનિધ્યમાં ભવ્ય રંગોત્સવ ઉજવાયો.

• દાદા સમક્ષ વિવિધ રંગ, પિચકારી પણ મૂકવામાં આવી.

• આ રંગોત્સવના મુખ્ય આકર્ષણની વાત કરીએ તો મંદિર પરિસરમાં 400 જેટલા સપ્તધનુષ્યના રંગની થીમ ઉપર કલર બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા અને એ લગભગ 70 થી 80 ફૂટ જેટલા ઊંચા ગયા હતા અને મંદિર પ્રાંગણમા રહેલા તમામ ભક્તો પર એ બ્લાસ્ટ દ્વારા કલર ઉડાડી હોળીનું દાદાના પ્રાંગણમાં – દાદાના સાનિધ્યમાં સંતો અને ભક્તો સાથેનો ભવ્ય સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું.

• દાદાના આ ભવ્ય રંગોત્સવમાં પૂજ્ય સ્વામીજીના માર્ગદર્શન હેઠળ લગભગ લગભગ 20,૦૦૦ કિલો કલરને એર પ્રેશર મશીનથી ભક્તો ઉપર ઉડાડવામાં આવ્યો હતો.

• હોળી (પૂર્ણિમા) ના પરમ પવિત્ર અવસર પર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને દિવ્ય રંગોના શણગાર અને મુખ્ય મંદિરને ફુલોથી પરિસરને કલરફુલ કાપડથી ડેકોરેશન કરવામાં આવ્યુ હતું.

• ગુજરાતના સૌથી મોટા હોળી ઉત્સવનું સેલિબ્રેશન કરવા માટે દાદાના ભક્તો યુવાનો – યુવતીઓ, ભાઈઓ – બહેનો, નાના બાળકોથી માંડી વડીલ વૃદ્ધ સુધી ગુજરાત ભરમાંથી એવમ્ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને વિદેશથી પણ દાદા સંગે – સંતોને સંગે હોળી સેલિબ્રેશન માટે પધાર્યા હતા. પ.પૂ. શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામી, પ.પૂ. કોઠારી વિવેકસાગર સ્વામી સહિત સંતો અને લગભગ એક લાખથી વધુ ભક્તો એક સાથે દાદાના રંગે રંગાયા હતા.

• હજારો હરિભક્તોએ દર્શન-આરતી-મહાપ્રસાદનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page