ભરૂચઃ વરસાદી માહોલમાં તાજેતરમાં જ ભરૂચના મક્તમપુર ફિલ્ટરનેશન પ્લાન્ટની સાવ જર્જરિત પાણીની ટાંકી તોડી પાડવામાં આવી છે. આ ટાંકી એ હદે જર્જરિત અવસ્થામાં હતી, જે ગમે ત્યારે તૂટી પડી તેવો ડર હતો.
કેટલોક ભાગ તૂટી ગયો હતોઃ
ભરૂચના જ્યોતિનગર પાસે આવેલ નગરપાલિકાના ફિલ્ટરેશન પ્લાન્ટની આ જર્જરિત ટાંકીની સીડીનો કેટલોક ભાગ બહુ પહેલાં તૂટી પડ્યો હતો. જેને કારણે ટાંકી ઘણી જ જોખમી બની ગઈ હતી. આસપાસમાં રહેતા લોકોને સતત ભય રહેતો હતો કે આ ટાંકી ગમે ત્યારે તૂટી ના પડે.
રહેવાસીઓએ આ માગણી કરી હતીઃ
જોખમી ટાંકી ગમે ત્યારે તૂટી પડશે, તેથે તેને તોડી પાડવામાં આવે તેવી માગણી આસપાસના લોકોએ નગરપાલિકામાં કરી હતી.
