રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ ખાતે 21 વર્ષીય પરીણિતાએ પોતાની અંગતપળોના લાઈવ વીડિયો માટે મજબૂર કરનારા પતિ, સાસુ તેમજ નરાધમ સસરા વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી હતી. સમગ્ર મામલે સાઇબર ક્રાઇમ પોલીસ દ્વારા 27 વર્ષીય પતિ, 46 વર્ષીય સસરા અને સાસુની ધરપકડ કરી છે. પરીણિતાએ આરોપીઓ દ્વારા તેની સાથે સેક્સ્યુઅલ એક્સપ્લોશન, સેક્સ્યુઅલ એબેટમેન્ટ કરવામાં આવતું હોવાની ફરિયાદ કરી છે.
રાજકોટમાં ખૂબ જ શ્રીમંત પરિવારના સસરાએ વહુના નગ્ન વીડિયો બનાવી પોર્ન સાઇટ પર વેચતો હોવાની ઘટનાએ રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચાવી દીધો છે. પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું. આ પોર્ન સાઇટમાં કરોડોનો વેપાર થઈ રહ્યો છે. વ્યુઅર તેની ઈચ્છા પડે તેટલા ટોકન વેબસાઈટ પરથી ક્રેડિટ કાર્ડથી ખરીદી કરી શકે છે. બાદમાં આ ટોકન ટીપ તરીકે અલગ અલગ શો કરનારા મોડલને અપાય છે. તે મોડલને જેટલી પણ ટીપ મળી હોય તેની ગણતરી થાય છે અને તેમાંથી 50 ટકા રકમ વેબસાઈટ પોતે રાખે છે અને બાકીની 50 ટકા રકમ મોડલને આપવામાં આવે છે.
સસરાએ પુત્રવધુ પાસે 10 વખત સેક્સ શો લાઈવ કરાવ્યો
સસરાએ પુત્રવધુ પાસે 10 વખત સેક્સ શો લાઈવ કરાવ્યો હતો. જેમાં તેને 700 ટોકનની કમાણી થઈ હતી. જોકે આ રકમ તેમને ક્રિપ્ટો કરન્સીમાં મળી હતી. બાદમાં તેને રૂપિયામાં ફેરવાઇ હતી. પીડિતાના સસરાએ જે વેબસાઈટ પર ન્યૂડ શો કરાવ્યા છે તે વિકૃત માનસિકતા ધરાવનારાઓમાં ખુબ જ લોકપ્રિય છે.
કઈ રીતે થતી પોર્ન સાઇટ પરથી કમાણી
મલ્ટી મીડિયા એલએલસી નામની કંપની બે પોર્ન સાઈટથી ભારતમાં કરોડો રૂપિયાનો બિઝનેસ કરી રહી છે ઓછામાં ઓછી એક ટીપના 10 રૂપિયાથી શરૂ થાય છે. આ સાથે ‘લાઈવ શો’ કરનાર મોડલને 4000 રૂપિયાથી વધુ ટીપ મળે તો જ વેબસાઈટ તેને મહેનતાણું આપે છે.
સમગ્ર મામલે રાજકોટ શહેર સાઇબર ક્રાઇમ એસીપી વિશાલ રબારીએ જણાવ્યું હતું કે, ગુના સંદર્ભે પોલીસ દ્વારા હાલ ટેકનિકલ એવિડન્સ કલેક્ટ કરવામાં આવી રહ્યા છે. આરોપીઓ દ્વારા ભોગ બનનારને વેબસાઈટ તેમજ એપ્લિકેશન ઉપર 10 વખત લાઈવ પોર્નગ્રાફી જેવો કાર્ય કરાવવામાં આવ્યા હતો. જે અંતર્ગત આરોપીઓ દ્વારા વેબસાઈટમાં જે એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું. તે એકાઉન્ટના વોલેટમાં 700થી વધુ ટોકન ક્રેડિટ થયા હતા. જે ટોકન ક્રીપ્ટો કરન્સીમાંથી જે તે દેશના ચલણમાં કન્વર્ટ થતા હોય છે.
પોલીસ દ્વારા હાલ રિમાન્ડની માંગણી અર્થે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. રિમાન્ડ દરમિયાન આરોપીઓ ટેકનિકલ બાબતોના જાણકાર છે જેથી તેઓ કયા આઈડી તેમજ પાસવર્ડના આધારે વેબસાઈટમાં લોગઈન કરતા હતા તેમજ આરોપી વેબસાઈટ સંચાલકો સાથે સીધા જ રીતે સંપર્કમાં હતા કે કેમ તે સહિતની બાબતો અંગે પૂછપરછ હાથ ધરવામાં આવશે.
ઘરમાંથી સીસીટીવી કેમેરા મળ્યા
પરીણિતા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવ્યા બાદ સાઈબર ક્રાઇમ પોલીસ દ્વારા આરોપીઓના બંગલો ખાતે પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત બંગલાની અંદર સીસીટીવી કેમેરા મળ્યા હતા. પોલીસે ભોગ બનનારના બેડરૂમ તેમજ તેના બાથરૂમમાં તપાસ કરતા ત્યાં પણ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.