Tuesday, April 9, 2024
Google search engine
HomeNational‘ગુજરાતમાં સારવાર માટે જાઉં છું તેમ કહીને બુરખો પહેરીને પત્ની પ્રેમી સાથે...

‘ગુજરાતમાં સારવાર માટે જાઉં છું તેમ કહીને બુરખો પહેરીને પત્ની પ્રેમી સાથે ફરાર થઈ’

સીમા હૈદર અને અંજુ બાદ હવે રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાની દીપિકાનું નામ ચર્ચામાં આવ્યું છે. એક રિપોર્ટ અનુસાર, દીપિકા પોતાના પ્રેમીના પ્રેમમાં તેના બાળકોને છોડીને તેના પ્રેમી સાથે વિદેશ ભાગી ગઈ છે. હાલમાં દીપિકાના પતિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પરંતુ હજુ સુધી દીપિકાનો કોઈ પત્તો મળ્યો નથી. જોકે આ વિસ્તારના લોકો તેને લવ જેહાદની ઘટના ગણાવી રહ્યા છે.

રાજસ્થાનના ડુંગરપુરની ચોંકાવનારી ઘટના

રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના ભમાઈ ગામમાં એક ચોંકાવનારી ઘટના બની છે. જ્યાં 10 જુલાઈના રોજ એક મહિલા ઘરેથી કહ્યા વગર અન્ય સમાજના યુવક સાથે વિદેશ ભાગી ગઇ હતી. મહિલાને બે બાળકો છે. એક દીકરી 11 વર્ષની છે જ્યારે દીકરો 7 વર્ષનો છે. પત્ની ઘરમાંથી અચાનક ગાયબ થઈ જતાં પતિએ ચિત્રી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો. પરંતુ હજુ સુધી તેનો પત્તો લાગ્યો નથી. જેના કારણે રોષે ભરાયેલા લોકોએ ગત રોજ એસપી કચેરીનો ઘેરાવ કર્યો હતો.

ગુજરાત જવાનું કહી ઘરેથી ભાગી મહિલા

પ્રાથમિક વિગતો મુજબ મહિલા બે બાળકો સાથે ગામમાં રહેતી હતી જ્યારે તેનો પતિ મુંબઈમાં કામ કરતો હતો. પતિની ગેરહાજરીમાં મહિલા અવારનવાર ગુજરાત અને ઉદયપુર સારવાર માટે જતી હતી. 10મી જુલાઈના રોજ પણ તે પોતાને બીમાર હોવાનું કહીને સારવાર માટે ગુજરાત ગઈ હતી પરંતુ 13મી જુલાઈ સુધી પરત આવી ન હતી.

પતિને વોટ્સએપ પર ફોન કર્યો અને કહ્યું……

આ દરમિયાન તેણીએ તેના પતિને વોટ્સએપ પર ફોન કરીને કહ્યું હતું કે, તમે મારાથી નાખુશ હતા, તેથી હું તારાથી દૂર ગઇ છું. આ સાંભળીને પતિ ચોંકી ગયો હતો. જ્યારે તે મુંબઈથી ઘરે આવ્યો ત્યારે તેને તેની પત્ની ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. ઘરમાં તપાસ કરતાં લાખોની કિંમતના દાગીના અને રોકડ પણ ગાયબ હતી. જે બાદ પતિએ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

આ કેસમાં ચિત્રી પોલીસ સ્ટેશનના અધિકારી ગોવિંદ સિંહે જણાવ્યું હતું કે, મુકેશ પાટીદારે રિપોર્ટમાં જણાવ્યું છે કે, તેની પત્ની દીપિકા 7 જુલાઈ 2023ના રોજ ઘરેથી સારવારના નામે ગુજરાત ગઈ અને ત્યાંથી પત્ની ગુમ થઈ ગઈ હતી. આ મામલે અમે તપાસ કરી રહ્યા છીએ.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page