Monday, April 15, 2024
Google search engine
HomeGujaratરાજકોટમાં શ્રીમંત ઘરનો નરાધમ સસરો હોટલમાં કોલગર્લ બોલાવી લાઈવ સેક્સની પુત્રવધૂને આપતો...

રાજકોટમાં શ્રીમંત ઘરનો નરાધમ સસરો હોટલમાં કોલગર્લ બોલાવી લાઈવ સેક્સની પુત્રવધૂને આપતો ટ્રેનિંગ

રાજકોટ શહેરની એક જાણીતી હોટલનાં માલિકે રૂપિયાની લાલચમાં પોતાની પુત્રવધૂના ન્યૂડ વીડિયો પોર્ન સાઇટ પર મુકી દીધા હતા. એટલું જ નહી પુત્રવધૂ પાસે શારીરિક સંબંધના વીડિયો બનાવી પોર્ન સાઈટ પર અપલોડ કર્યા હતા. આ ખુલાસા બાદ પોલીસે પરીણિતાનાં પતિ, સાસુ તેમજ સસરાની ધરપકડ કરી છે. તેમજ રાજકોટ સીટી સાયબર ક્રાઈમ પોલીસે આઈપીસી 356 ડી, આઈટી એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ મામલે સાયબર ક્રાઈમ પોલીસે પુત્રવધુનાં રૂમમાં લાગેલ સીસીટીવી કેમેરા, સેક્સ ટોય અને કેટલાક કપડા પણ જપ્ત કર્યા છે.

પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે પુત્રવધુનાં વીડિયો વેબસાઈટ પર અપલોડ થતા જ ટોકન મળતા હતા. જેને પછી ભારતીય કરન્સીમાં કન્વર્ટ કરાતા હતા. કેટલીક લેવડ દેવડ તો ક્રિપ્ટોકરન્સી મારફત પણ થઈ છે.

આ સમગ્ર મામલો રાજકોટનાં ભક્તિનગરમાં રહેવાવાળા એક પરિવાર સાથે સંકળાયેલો છે. ત્યારે સુખી સંપન્ન પરિવારમાં સસરાએ પુત્રવધુની અંગત પળોનાં વીડિયો બનાવીને વેબસાઈટ પર તેની હરાજી કરવાની શરૂ કરી હતી. 21 વર્ષીય પરીણીતાએ આરોપીઓ પર યૌન શૌષણ, યૌન ઉત્પીડનની ફરિયાદ દાખલ કરી છે. જે મુજબ આરોપી પતિ, સસરા તેમજ સાસુ સામે એક વિશેષ વેબસાઈટ પર લાઈવ સેક્સ કરવા માટે પરીણીતાને મજબૂર કરવામાં આવતી હતી. આ વેબસાઈટ પર લાઈવ સેક્સ દેખાડવા માટે ટોકન મળતા હતા. પુત્રવધૂની ફરિયાદ પર પોલીસ એફઆઈઆર નોંધી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે.

વેબસાઈટ પર ક્રિપ્ટો કરન્સી મારફતે વ્યવહાર થતોઃ વિશાલ રબારી

આ બાબતે સાયબર ક્રાઈમ એસીપી વિશાલ રબારીએ કહ્યું કે આ પરિવાર ખૂબ જ સુખી સંપન્ન છે. પુત્રવધૂએ તેનાં પરિવારનાં ત્રણ લોકો સામે જબરજસ્તી વેબસાઈટ પર લાઈવ સેક્સ કરવા માટે મજબૂર કરવામાં આવતા હોવાની ફરિયાદ નોંધાવી છે. વિશાલ રબારીએ જણાવ્યું કે આ વેબસાઈટ પર દર્શકોને બીજા અન્ય ઘણા વીડિયો જોવા મળે છે. તેમજ આ વેબસાઈટમાં દર્શકોને કોઈપણ વીડિયો જોતી વખતે ટિપ મોકલવાનો વિકલ્પ આપવામાં આવે છે. ટિપ મોકલવા માટે વેબસાઇટ પર એક એકાઉન્ટ બનાવવું જરૂરી છે. જેમાંથી ટોકન્સ મોકલવામાં આવે છે. જે ક્રિપ્ટો કરન્સીમાં વ્યક્તિને દેખાય છે. પછી વ્યક્તિ તે ક્રિપ્ટો કરન્સીને તેના દેશના ચલણમાં કન્વર્ટ કરે છે.

પોલીસે પરણીતાની વાત પર વિશ્વાસ જ ન કર્યો

જ્યારે પીડીતાએ ફરિયાદ નોંધાવવા માટે રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન પહોંચી તો તેણે જણાવ્યું કે તે તેનાં પતિ સાથે બેડરૂમમાં જે અંતગ પળો માણે છે. તેને તેનાં સસરાએ કેમેરામાં કેદ કરી લે છે અને ત્યાર બાદ તે વીડિયોને વેબસાઈટ પર અપલોડ કરી દીધા છે. પરિણીતાની વાત સાંભળીને પોલીસને વિશ્વાસ જ થયો ન હતો. જે બાદ પોલીસે પીડિતાના ઘરે જઈને તપાસ હાથ ધરતા બેડરૂમમાં સીસીટીવી કેમેરા, સેક્ટ ટોય સહિત કેટલાક કપડા પણ મળી આવ્યા હતા. જે બાદ પોલીસે ફરિયાદ નોંધી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી.

હોટેલમાં લાઈવ તાલીમ આપવામાં આવી

પીડિતાએ તેના સાસરિયા પર આરોપ લગાવ્યો છે કે તેને સેક્સ કેવી રીતે કરવું? તેની ટ્રેનિંગ આપવા માટે તેને એક હોટલમાં લઈ જઈને વિદેશી યુવતીઓને રૂબરૂ બોલાવી શારીરિક સંબંધ બાંધવા માટે ડેમો આપવામાં આવતો હતો. ત્યારથી તેણીને લાઇવ સેક્સ માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર કેસની તપાસ ચાલી રહી છે. સોશિયલ વેબસાઈટ પર અપલોડ કરાયેલા પરિણીત મહિલાઓના વીડિયોને દૂર કરવા માટે કાર્યવાહી કરવામાં આવશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page