વેલિંગ્ટનઃ દરેક ભારતીયની ઈચ્છા હોય છે કે તે જીવનમાં એક વાર તો વિદેશ ફરવા જાય. જો તમને પણ ફરવાનો શોખ હોય તો તમારુ આ સપનું મફતમાં પૂરું થઈ શક તેમ છે. જર્મનીના જાણીતા બિઝનેસમેન કાર્લ રિપન તમારું આ સપનું પૂરું કરશે.
કાર્લ રિપનને 10 એવા લોકોની જરૂર છે, જે ન્યૂઝીલેન્ડમાં તેના ફાર્મહાઉસમાં તેની એકલતા દૂર કરે. તે આના માટે કોઈ પૈસા લેશે નહીં. બસ તમારે તેના મિત્ર બનીને તેની સાથે મસ્તી કરવાની છે. આ ફાર્મ હાઉસમાં તમને વિશ્વભરની તમમ સુવિધાઓ મફતમાં મળશે.
ન્યૂઝીલેન્ડના ન્યૂ પ્લેમાઉથમાં 220 હેક્ટરમાં ફેલાયેલું અવેકિનો એસ્ટટને કાર્લે વર્ષ 2000માં ખરીદ્યું હતું. આ ફાર્મહાઉસમાં દરેક સુવિધાઓ છે. જોકે, તેની પાસે સારા મિત્રો નથી. તેને ફાર્મ હાઉસમાં મિત્રોની યાદ સતાવે છે અને તેથી જ તેણે આ ઓફર આપી છે.
કાર્લ રિપેને સ્થાનિક ન્યૂઝ પેપરમાં આ અંગેની જાહેરાત છપાવી છે, જેમાં 18થી 70 વર્ષની કોઈ પણ વ્યક્તિ (મહિલે કે પુરુષ) તેના અવેકિનો એસ્ટેટમાં રજાઓ પસાર કરી શકે છે. એક વિલામાં બે લોકો રહી શકે છે અને વ્યક્તિ પાસે પોતાનો ઘોડો હોય તો તે પણ લાવી શકે છે. અવેકિનો એસ્ટેટની નજીકમાં એવિકોનો નદી છે, જેમાં તમે સ્વિમિંગ, ફિશિંગ, કાયાકિંગ, બર્ડ વોચિંકની સાથે સાથે નદી કિનારે મોર્નિંગ તથા ઈવનિંગ વોક પણ કરી શકો છો. વાઈલ્ડ લાઈફના શોખીન હોવ તો અનેક પ્રકારના પ્રાણીઓ જોવા મળી શકે છે.
ન્યૂઝીલેન્ડના તસ્માન સમુદ્રની નજીકમાં જ 8.5 મિલિયન ડોલરના (605 કરોડ અંદાજે) આ એવિકોનો એસ્ટેટની અંદર અનેક વિલા છે, જેમાં તમને એક ઈનડોર હોર્સ રેસ સેન્ટર સહિતની સુવિધા મળશે. વર્ષ 2016માં કાર્લ રિપને આ વિલાને વેચવાનો નિર્ણય કર્યો હતો અને તેણે આ માટે 8.5 મિલિયન ડોલર વેચાણ કિંમત રાખી હતી પરંતુ તે સમયે કોઈ ખરીદદાર મળ્યો નહોતો. તો પછી રાહ કોની જુઓ છો? જો તમે આ તકનો ફાયદો ઉઠાવવા માગતા હોવ તો Karl Heinz Reipen Trustનો સંપર્ક કરી શકો છો.