ગુજરાતીઓ 44 ડિગ્રી ગરમીમાં શેકાયા, ઓરેન્જ એર્લટ જાહેર કરાયું
ગાંધીનગર: ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં હીટવેવના કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ગરમીને કારણે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે ત્યારે ગુજરાત છેલ્લા એક અઠવાડિયાથી 45 ડિગ્રીમાં શેકાઈ રહ્યું છે. રવિવારે સુરેન્દ્રનગરમાં 45.3 અને ગાંધીનગરમાં 45 ડિગ્રી ગરમી હતી. જ્યારે રાજસ્થાનના ચુરુમાં રવિવારે પણ 49 ડિગ્રી તાપમાન પહોંચી ગયું હતું. ગુજરાતમાં ગરમીનો કેર યથાવત…