|

અમદાવાદમાં આજે સાંજે ગરમીનો પારો કેટલા ડિગ્રી પાર કરશે?

અમદાવાદ: અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં બે દિવસ હીટવેવની આગાહી કરવામાં આ‌વી છે. મ્યુનિસિપલ કોર્પોરેશને અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત ગુજરાતમાં 7 શહેરોમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર કરી ગયો છે. અમદાવાદમાં 43થી 45 ડિગ્રી ગરમી રહેશે. સાંજે પણ કામ વગર ઘરથી બહાર ન નીકળવા માટે કોર્પોરેશન દ્વારા અપીલ કરવામાં આવી છે.

બે દિવસ દરમિયાન હીટવેવની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાતમાં અને ખાસ કરીને સુરત અને વલસાડ જિલ્લાઓમાં વધુ જોવા મળશે. જેના પગલે સરકાર દ્વારા કામ વગર લોકોને ઘરમાંથી બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. બીજી બાજુ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને તેની આસપાસના વિસ્તારો તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે.

AMC દ્વારા અમદાવાદમાં બે દિવસ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મહત્તમ તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતાને પગલે શહેરમાં અનેક સ્થળે ઓઆરએસના વિતરણની સાથે તમામ હોસ્પિટલોમાં પણ આઈસપેકની સાથે હીટસ્ટ્રોકના દર્દીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. લોકોને વધુ પ્રમાણમાં પ્રવાહી લેવાની અને તડકામાં ન ફરવાની સલાહ છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *