હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં વરસાદની ધમાકેદાર બેટિંગ
રાજકોટ: હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં શનિવારે હળવાથી ભારે ઝાપટાંને કારણે અડધોથી 6 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જામનગર, જૂનાગઢ અને ગીર સોમનાથ-પોરબંદર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. જોકે હવામાન વિભાગે આજે અને કાલે પણ ભારે વરસાદની આગાહી કરી છે. જામનગરના લાલપુર તાલુકાના આરીખાણા ગામમાં એક કલાકમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો…