Wednesday, April 10, 2024
Google search engine
HomeGujaratગુજરાતના કયા ગામમાં આભ ફાટ્યું, એક જ રાતમાં 13 ઈંચ વરસાદ ખાબક્યો

ગુજરાતના કયા ગામમાં આભ ફાટ્યું, એક જ રાતમાં 13 ઈંચ વરસાદ ખાબક્યો

દ્વારકા: હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના દ્વારકા જિલ્લામાં આવેલા કલ્યાણપુરના મોટા આસોટામાં આભ ફાટ્યું હતું. એક જ રાતમાં 13 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે આખું ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. ભારે વરસાદને કારણે સમગ્ર ગામમાં ભારે પાણીનો પ્રવાહ વહેતો થયો હતો. પાણીના પ્રવાહમાં ખેડૂતોના ગાડાં અને બજારમાં મુકવામાં આવેલા બાઈકો પણ તણાઇ ગયા હતાં.

દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મોટા આસોટામાં આભ ફાટ્યું હતું. એક કલાકમાં જ અનરાધાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના કારણે મોટા આસોટા ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું.

13 ઈંચ જેટલા તોફાની વરસાદથી ખેતી તેમજ ગામમાં વ્યાપક નુકશાન થયું હતું. જ્યારે મોટા આસોટા સહિત વિરપુર મેવાસા સહિતના ગામોમાં પણ ભારે વરસાદને કારણે ખેતરો અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં.

ગામમાં ક્યારે પણ પાણી આવતું નથી પણ એક કલાકમાં પડેલા ભારે વરસાદના કારણે ગામના બજારોમાં નદી વહેતી થઈ હતી. પાણીના પ્રવાહમાં ખેડૂતોના ગાડાં તણાઈ ગયા હતા જ્યારે બજારમાં રાખેલા વાહનો પણ તણાતા જોવા મળ્યાં હતાં. આ ઉપરાંત ભેંસો, બાઈકો, મોટરકાર સહિતની વસ્તુઓ પાણીમાં તણાતી જોવા મળી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page