Monday, April 15, 2024
Google search engine
HomeGujaratગુજરાતમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી

ગુજરાતમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી

અમદાવાદઃ ગુજરાત પર હાલ સાક્યોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય હોવાના કારણે આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી પાંચ દિવસમાં ગુજરાતના 27 જિલ્લામાં ધોધમાર વરસાદ થાય તેવી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે અમદાવાદ, ગાંધીનગર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો.

ગુજરાતા 27 જિલ્લાઓની વાત કરીએ તો નવસારી, વલસાડ, દમણ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, સુરત, ડાંગ, તાપી, વડોદરા, નર્મદા, ભરૂચ, છોટા ઉદેપુર, વડોદરા, પંચમહાલ, દાહોદ, રાજકોટ, જામનગર, મોરબી, ખેડા, મહિસાગર, કચ્છ, પરોબંદર, દ્વારકા, અમદાવાદ, આણંદ સહિતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થાય તેવી સંભાવના છે.

ગુજરાત માટે ખુશીના સમાચાર એ છે કે ગુજરાતમાં સિઝનનો સરેરાશ 100 ટકા વરસાદ નોંધાયો છે અને હજુ પણ ચોમાસાની સિઝનના 27 દિવસ બાકી છે. હાલ પણ ગુજરાત પર વરસાદી સિસ્ટમ સક્રિય છે. જેના કારણે આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

પાંચ દિવસમાં ગુજરાતના 27 જિલ્લામાં ભારે વરસાદ પડવાનું હવામાન વિભાગનું અનુમાન છે. જોકે ગુજરાતમાં 100 ટકા વરસાદ નોંધાયો છે. હવે ગુજરાતમાં કોઈ પણ જિલ્લામાં પાણીની ઘટ રહેશે નહીં અને જે રીતે ચાલુ વર્ષે વરસાદ થવાના કારણે ખેતીના પાકને પણ ફાયદો થયો છે.

હજુ ચોમાસાની સિઝનના 27 દિવસ બાકી છે છતાં પણ એક બાદ એક સિસ્ટમ બનીને ગુજરાત ઉપર સક્રિય થઈ રહી છે. જોકે મહત્વની વાત છે કે, હજુ પણ સિસ્ટમ સક્રિય હોવાના કારણે સપ્ટેમ્બર મહિનામાં પણ સારો વરસાદ થશે તેવું હવામાન વિભાગનું અનુમાન છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page