Thursday, April 18, 2024
Google search engine
HomeGujaratમોડી રાતે અમદાવાદ, ગાંધીનગર અને ઉત્તર ગુજરાતમાં વરસાદનો ધમાકેદાર રાઉન્ડ, અંદાજે 3...

મોડી રાતે અમદાવાદ, ગાંધીનગર અને ઉત્તર ગુજરાતમાં વરસાદનો ધમાકેદાર રાઉન્ડ, અંદાજે 3 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો

અમદાવાદ: છેલ્લા બે દિવસથી વિરામ લીધા બાદ બુધવારે મોડ સાંજે અમદાવાદ, ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદ તૂટી પડ્યો હતો. જેના કારણે નીચાણવાણા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતાં. અમદાવાદના એસજી હાઈવે, વસ્ત્રાપુર, મણિનગર સહિતનાં વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં ટ્રાફિકજામનાં દ્રશ્યો પણ સર્જાયા હતા. ગાંધીનગરમાં પણ વીજળીના કડાકા અને પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.

અમદાવાદના અનેક વિસ્તારમાં અચાનક જ ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ હતી. અમદાવાદના એસ.જી હાઇવે, નરોડા, સરસપુર, જમાલપુર, વાડજ, રાણીપ, બાપુનગર, વિરાટનગર સહિત સમગ્ર શહેરમાં ગાજવીજ સાથે વરસાદે આગમન કર્યું હતું. અચાનક જ વરસાદ વરસવાને કારણે શહેરમાં ઠંડક પ્રસરી ગઈ છે. જોકે, ભારે વરસાદને કારણે વાહન વ્યવહારને અસર પહોંચી હતી.

અમદાવાદના ઓઢવ – 2, વિરાટનગર – 2 , મેમ્કો – 2, નરોડા – 2.5, વટવા – 2.5, મણિનગર – 1.5, કોતરપુર- 1.5, દૂધેશ્વર – 1.5, દાણાપીઠ – 1, સરખેજ – 1.5, ઉસ્માનપુરા – 1.5, ચાંદખેડા – 1.5 અને પાલડી – 1 ઈંચ વરસાદ નોંધાયો હતો.

અમદાવાદમાં રાત્રિના સમયે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. દિવસભર વાદળછાયું વાતાવરણ કર્યા બાદ રાત્રે ભારે વરસાદ વરસ્યો હતો. અંદાજે એક કલાકમાં 2 ઈંચથી પણ વધારે વરસાદ વરસ્યો હતો. જ્યારે ગાંધીનગર અને ઉત્તર ગુજરાતમાં અંદાજે દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જ્યારે છેલ્લા 24 કલાકની વાત કરીએ તો અમદાવાદ 3 ઈંચી પણ વધારે વરસાદ ખાબક્યો હતો જ્યારે ગાંધીનગર અને ઉત્તર ગુજરાતમાં 3 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

વરસાદના કારણે વાસણા બેરેજના છ દરવાજા ખોલી દેવામાં આવ્યા હતા. વાસણા બેરેજમાંથી 15 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. શહેરમાં વરસાદી પાણી ન ભરાયા તે માટે એએમસીએ આ નિર્ણય કર્યો હતો. આ ઉપરાંત અમદાવાદમાં ભારે વરસાદના કારણે વિમાન સેવા પ્રભાવિત થઈ છે. મુંબઈથી અમદાવાદ આવતી ઈન્ડિગોની ફ્લાઇટ રદ કરવામાં આવી છે. અમદાવાદથી મુંબઈ આવતી જતી 8 ફ્લાઇટ સમય કરતાં 1 કલાક મોડી છે. ફ્લાઇટના સમય ખોરવાતા પ્રવાસીઓ પરેશાન થયા છે.

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ માજા મૂકી હતી. બપોર બાદ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં 6 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતાં. જ્યારે સુરત સિટીમાં પણ બે કલાકમાં 2 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. આગામી દિવસોમાં હજુ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

આ ઉપરાંત છેલ્લા બે દિવસથી મુંબઈમાં વરસાદે માજા મુકી છે ત્યારે આજે બપોર બાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ જોવા મળ્યો હતો. બપોર બાદ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. વીજળીના કડાકા અને પવન સાથે ધોધમાર વરસાદ ખાબકતાં ગુજરાતમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page