Tuesday, April 9, 2024
Google search engine
HomeNationalઅંબાણીનો એક એક વાળ દેવામાં ડૂબેલો, છતાં નથી માની હાર, રોજ 14-16...

અંબાણીનો એક એક વાળ દેવામાં ડૂબેલો, છતાં નથી માની હાર, રોજ 14-16 કલાક કરે છે કામ

મુંબઈઃ વર્ષ 2005માં જ્યારે મુકેશ તથા અનિલ અંબાણી વચ્ચે રિલાયન્સના ભાગલા પડ્યા ત્યારે બંને ભાઈઓને બરોબરની સંપત્તિ મળી હતી. 2007માં અનિલ અંબાણી અંદાજે 42 અબજ ડોલર સંપત્તિના માલિક હતા તો મુકેશ અંબાણી 49 અબજ ડોલરના માલિક હતા. બંને ભાઈ બિઝનેસમાં સારું કરતા હતા. અનિલ વિશ્વભરના પૈસાદાર વ્યક્તિની યાદીમાં છઠ્ઠા નંબર પર હતા.

જોકે, બિલિયોનર ક્લબમાં સામેલ અનિલ અંબાણી નો 2012થી ખરાબ સમય શરૂ થયો છે. તેમની એક પછી એક કંપની દેવાના ડુંગર નીચે દબાતી ગઈ છે. તો સામે મુકેશ અંબાણીની કંપની ધડાધડ નફો કરીને આગળ વધી રહી છે.

આખરે ક્યા ભૂલ થઈ? અનિલ અંબાણીને નિકટથી ઓળખતા સાથી તથા તમામ ઈકોનોમિક એક્સપર્ટ ના મતે, તેમની આ હાલત પાછળ ફાઈનાન્શિયલ મિસ મેનેજમેન્ટ જવાબદાર છે. ભાગલા બાદ અનિલ અંબાણીએ પોતાના મળેલી કંપની પર ધ્યાન ના આપ્યુ અને બીજી જગ્યાએ પૈસા રોકાણ કરવા લાગ્યા. આ રોકાણમાં ખોટ ગઈ હતી. ભાગલામાં મળેલી કંપનીઓ પર ધ્યાન ના આપવાથી તેની સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી અને અનિલ અંબાણી દેવાના ડુંગર નીચે દબાવવા લાગ્યો હતો.

હાલની સ્થિતિ કેવી છે? અનિલ અંબાણી હાલ તો દેવાના ડુંગર નીચે દટાયેલા છે. તેમની પર 4200 કરોડ રૂપિયાથી પણ વધારાનું દેવું છે. જોકે, તેમણે કેટલીક સંપત્તિ વેચીને દેવું ભરપાઈ કરવાનો પ્રયાસ કર્યો છે. થોડાં દિવસ પહેલાં લંડનની કોર્ટમા અનિલ અંબાણીએ કહ્યું હતું કે તેમની પાસે હવે માત્ર એક કાર છે, ઘરેણાં વેચીને વકીલની ફી ભરી રહ્યાં છે. તેમનો ખર્ચ હવે પરિવાર ઉઠાવે છે. અનિલ અંબાણીએ એમ પણ કહ્યું હતું કે તેમની નેટવર્થ હવે ઝીરો છે.

કમબેકનો પ્રયાસઃ દેવામાં ડૂબેલા અનિલ અંબાણીએ હજી હાર માની નથી. તે કમબેક માટે તનતોડ પ્રયાસ કરે છે. એક રિપોર્ટ પ્રમાણે, અનિલ અંબાણી દિવસના 14-16 કલાક કામ કરે છે. હવે તે પહેલાં કરતાં વધુ અધ્યાત્મિક થઈ ગયા છે અને અવારનવાર મંદિરમાં જાય છે.

ફિટનેસ ફ્રીક, દારૂને દૂરથી સલામઃ અનિલ અંબાણી પૂરી રીતે શાકાહારી છે. આમ તો મુકેશ અંબાણી પણ શુદ્ધ શાકાહારી છે. અનિલ અંબાણી રોજ 10 કિમી રનિંગ કરે છે. આ સાથે જ વિવિધ એક્સર્સાઈઝ પણ કરે છે. તે ભોજનમાં ખાસ ધ્યાન આપે છે. સૂત્રોના મતે તે દારૂને હાથ પણ અડાડતા નથી.

RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket soaring into the galaxy of wonder! ? The mind-blowing content here is a rollercoaster ride for the mind, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of exhilarating insights! ? Embark into this thrilling experience of discovery and let your imagination roam! ? Don’t just read, savor the excitement! #BeyondTheOrdinary ? will thank you for this exciting journey through the realms of awe! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page