Thursday, April 11, 2024
Google search engine
HomeFeature Rightઆ વ્યક્તિએ ઈંટોનો ઉપગોય કર્યાં વગર બનાવડાવ્યું આલિશાન ઘર, જુઓ અંદરની તસવીરો

આ વ્યક્તિએ ઈંટોનો ઉપગોય કર્યાં વગર બનાવડાવ્યું આલિશાન ઘર, જુઓ અંદરની તસવીરો

વાયનાડઃ ઈંટ-પત્થર વગર ઘર બનાવ્યાની વાત સાંભળવા મળે ત્યારે બધાને નવાઈ લાગે. કેરળના મોબિસ થૉમસે પોતાના ઘરના નિર્માણમાં ઈંટોનો ઉપયોગ નથી કર્યો. મોબિસ થૉમસે ‘લાઈટ ગૉઝ સ્ટીલ ફ્રેમ સ્ટ્રક્ચર’ (LGSFS) ટેક્નિકથી પોતાનું ઘર બનાવડાવ્યું છે. જે પર્યાવરણની દ્રષ્ટિએ પણ ઘણું યોગ્ય છે. 1400 સ્કે. ફૂટના ઘરમાં મોબિશ પત્ની, 2 બાળકો અને માતા-પિતા સાથે રહે છે. તેમનું ઘર સુંદર અને સ્ટાઈલિશ હોવાની સાથે પ્રકૃતિ માટે અનુકૂળ અને આરામદાયક પણ છે.

મોબિસે ઘર અંગે જણાવ્યું કે,‘મે જ્યારે ઘર બનાવડાવવાનો નિર્ણય લીધો ત્યારે અમુક વાતો મારા મનમાં હતી. ઘર બનવામાં ઓછો સમય લાગે તેવું ઈચ્છતો હતો. ઘર માટે રેતી, મેટલ અને ક્રેશર જેવો સામાન સરળતાથી નહોતો મળી રહ્યો તો તેનો ઓછામાં ઓછો ઉપયોગ કરવાનું વિચાર્યું. તેથી મે આર્કિટેક કે કંપની જે આમ કરી શકે છે તે અંગે જાણવા મિત્રોનો સંપર્ક કરો.’

મોબિસે LGSFS ટેક્નિકમાં સ્ટિલ કે મેટલનો ઉપયોગ વધુ થાય છે. આ ટેક્નિકનો ઉપયોગ કરતા ઘરના નક્શા અનુસાર સૌપ્રથમ સ્ટિલનો ઉપયોગ કરી ઘરનું સ્ટ્રક્ચર તૈયાર કરવામા આવે છે. તે પછી સ્ટ્રક્ચરને ઘરના મુખ્ય સ્થળે લાવી સ્થાપિત કરવામા આવે છે. મોબિસે જણાવ્યું કે,‘મને ઘણા લોકોએ જણાવ્યું કે આ ટેક્નિકથી માત્ર 3 મહિનામાં ઘર બની જાય છે. આ ઉપરાંત તે મજબૂત અને ટિકાઉ રહે છે કારણ કે સ્ટિલ મજબૂત હોય છે. તેથી મે 2-3 કન્સ્ટ્રક્શન કંપની સાથે વાત કરી માહિતી મેળવી અને ઓડીએફ ગ્રૂપને ઘર બનાવવાનો કોન્ટ્રાક્ટ કર્યો હતો.’

ઓડીએફ ગ્રૂપના માજીદે ઘર ડિઝાઈન કર્યું અને હાશિમ મોહમ્મદ તેમના આર્કિટેક્ટ હતા. તેમણે જણાવ્યું કે,‘સ્ટ્રક્ચરને તેના સ્થળે લઈ ગયા બાદ ક્લાઈન્ટની જરૂર અનુસાર સ્ટ્રક્ચરમાં અન્ય સામગ્રીનો ઉપયોગ કરી ઘરને પૂર્ણ કરવામા આવે છે. જેમાં સામાન્ય ઘરની સરખામણીએ ઓછો સમય લાગે છે. જો કોઈ સમસ્યા ના આવે તો માત્ર 3 મહિના કે તેનાથી ઓછા સમયમાં જ ઘર બની શકે છે.’

2020માં જ્યારે મોબિશના ઘરનો કોન્ટ્રાક્ટ ઓડીએફ ગ્રૂપને મળ્યો ત્યારે કોરોના સંક્રમણને કારણે લૉકડાઉન લાગ્યું હતું. સપ્ટેમ્બર 2020 ના અંતે તેમણે કામ શરૂ કર્યું અને જાન્યુઆરી 2021માં ઘર સંપૂર્ણ તૈયાર હતું. આ ઘર બનવામાં સાડા ચાર મહિના લાગ્યા કારણ કે કોરોના મહામારીને કારણે ઘણી સમસ્યાઓ થઈ અને મજૂરો પણ ઘણા ઓછા મળી રહ્યાં હતા. જોકે તેમછતાં સામાન્ય ઘર કરતા વહેલી તકે આ ઘરનું કામકાજ પૂર્ણ થયું હતું.

હાશિમે કહ્યું કે,‘સ્ટિલ મજબૂત હોવાથી ઘર ભૂકંપ જેવી આફતોનો સામનો કરવા સક્ષમ હોય છે. જો કોઈ અમુક વર્ષ બાદ ઘરને ફરી બનાવવા માગે તો સ્ટીલનો ફરી ઉપયોગ કરી શકાય છે. આ ટેક્નિકની વાત એ છે કે, ઘરના નિર્માણ બાદ કોઈ કચરો જમા થતો નથી, જે સામાન્ય ઘર બન્યા બાદ થતો હોય છે. આ કચરો પર્યાવરણ માટે હાનિકારક રહે છે. આ ટેક્નિકમાં ઈંટના સ્થાને ફાઈબર બોર્ડનો ઉપયોગ કરાય છે, જે ટિકાઉ હોવાની સાથે ભેજ, આગ અને ઉધઈનો સામનો કરવા સક્ષમ હોય છે.’

ઘરમાં ગ્રાઉન્ડ ફ્લોર પર એક બેડરૂમ છે, જેમાં એટેચ બાથરૂમ છે. આ ઉપરાંત 2 રસોડા, એક લિવિંગ રૂમ, ડાઈનિંગ રૂમ અને કોમનરૂમ છે. જ્યારે પ્રથમ ફ્લોર પર 2 બેડરૂમ અને એક કૉમન રૂમ છે. ગ્રાઉન્ડ ફ્લોરની છત માટે આરસીસીનો ઉપયોગ કરાયો છે. મોબિસના માતા-પિતાને ફાઈબર બોર્ડ પર શંકા હોવાથી આરસીસીનો ઉપયોગ કરવામા આવ્યો હતો.

ઘર બન્યા બાદ મોબિસનો પરિવાર ઘણો ખુશ છે. આ ઘર સુંદર હોવાની સાથે આરામદાયક પણ છે. ઘરની દિવાલ તાપમાનનું સ્તર જાળવી રાખે છે. દિવાલ પર પ્લાસ્ટર નથી કરાયું અને સીમેન્ટનો ઉપયોગ પણ ઘણો ઓછો કરાયો છે. ગ્રાઉન્ડવોટર રિચાર્જ માટે મોરિસે 2000 લીટરની ક્ષમતાનું રેનવોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ બનાવ્યું હતું. મોબિસે જણાવ્યું કે,‘ઘર બનાવવામાં 34 લાખનો ખર્ચ આવ્યો. સામાન્ય પદ્ધતિએ બનાવતો તો કદાચ વધુ ખર્ચ આવતો.’

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a rocket soaring into the universe of excitement! ? The thrilling content here is a thrilling for the imagination, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of exhilarating insights! #InfinitePossibilities ? into this cosmic journey of imagination and let your mind fly! ? Don’t just explore, immerse yourself in the excitement! #BeyondTheOrdinary Your mind will thank you for this thrilling joyride through the dimensions of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page