Wednesday, April 10, 2024
Google search engine
HomeNationalયુવકે 15 દિવસ માટે ઉધાર લીધું મિત્રનું સીમ કાર્ડ, પછી શરૂ થઈ...

યુવકે 15 દિવસ માટે ઉધાર લીધું મિત્રનું સીમ કાર્ડ, પછી શરૂ થઈ પ્રેમની સનસનીખેજ રમત

ખોટા પ્રેમમાં ફસાવીને એક ડોક્ટરની પત્નીને બ્લેકમેઈલ કરનારા યુવકને પોલીસે મોબાઈલ નંબર ટ્રેસ કરીને દબોચી લીધો હતો. યુવક બહુ જ શાતિર હતો. તેણે સાથે કામ કરતાં એક યુવકની પાસેથી એક સિમકાર્ડ ઉધાર માંગ્યું હતું. ત્યાર બાદ યુવકે પીડિતાને કોલ કર્યો હતો. શરૂઆતમાં યુવક બહુ જ સીધી રીતે રહ્યો હતો. ત્યાર બાદ બંને વચ્ચે મિત્રતા થઈ હતી. યુવકે તેના પ્રેમનો પ્રસ્તાવ રાખ્યો હતો. મહિલા પણ તેની વાતોમાં આવી ગઈ હતી. પરંતુ થોડા સમય બાદ જ યુવક તેને બ્લેકમેલ કરવા લાગ્યો હતો. તે મહિલા પાસેથી 3 લાખ રૂપિયાની માંગણી કરી રહ્યો હતો.

અશ્લિલ ફોટો પાડ્યા હતા : પોલીસ મુજબ આરોપી એક જ્વેલરી શોપમાં કામ કરતો હતો. અહીં જ સાથે કામ કરતાં સાથી પાસેથી તેણે બહાનું બતાવીને તેની પાસેથી 15 દિવસ માટે સિમકાર્ડ લીધું હતું. આ જ સિમકાર્ડ દ્વારા તેણે ડોક્ટરની પત્ની સાથે મિત્રતા કરી હતી. પીઆઈ અવધરામ સાહૂએ જણાવ્યું હતું કે, એક ખાનગી હોસ્પિટલનાં ડોક્ટરે પોલીસમાં ફરિયાદ કરી હતી.

કહેવામાં આવ્યું હતું કે, કોઈ યુવક તેની પત્નીને કોલ કરે છે અને તેને જાનથી મારી નાંખવાની ધમકી આપતો હતો ત્યાર બાદ તેની સાથે અશ્લિલ વાતો પણ કરતો હતો. તેની પાસે અશ્લિલ ફોટો પણ છે. જેને તે વાયરલ કરવાની ધમકી આપતો હતો. યુવક તેમની પાસે ત્રણ લાખ રૂપિયા માંગી રહ્યો હતો.

ફરિયાદ દાખલ થતાં જ પોલીસે તપાસ શરૂ કરી હતી અને ત્યારબાદ મોબાઈલ નંબર ટ્રેસ કરીને પોલીસ આરોપી સુધી પહોંચી હતી. એએસપી ગ્રામીણ દુર્ગ લખન પટેલે જણાવ્યું હતું કે, આરોપીને કોર્ટમાં રજૂ કરીને જેલમાં મોકલી દેવામાં આવશે.

RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket soaring into the galaxy of excitement! ? The mind-blowing content here is a rollercoaster ride for the imagination, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a treasure trove of exhilarating insights! #MindBlown ? into this thrilling experience of knowledge and let your thoughts fly! ? Don’t just enjoy, immerse yourself in the thrill! #BeyondTheOrdinary ? will be grateful for this thrilling joyride through the worlds of discovery! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page