Friday, April 12, 2024
Google search engine
HomeBollywoodમોત પહેલાં નટુકાકાએ ટપ્પુ ને અય્યરને કહી હતી આ વાત

મોત પહેલાં નટુકાકાએ ટપ્પુ ને અય્યરને કહી હતી આ વાત

મુંબઈઃ લોકપ્રિય શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં સૌના પ્રિય પાત્ર એવા ‘નટુકાકા’ એટલે કે ઘનશ્યામ પાઠકનું હાલમાં જ નિધન થયું છે. કેન્સરથી પીડિત ઘનશ્યામ નાયક નિધન અગાઉ પોતાના અમુક કો-એક્ટર્સને મળ્યા હતા. તારક મેહતાના ઘણા કલાકારોએ નટુકાકા સાથે જોડાયેલી વાતો ફેન્સ સાથે શેર કરી હતી. તેમણે જણાવ્યું કે, નટુકાકા સ્વસ્થ થઈને વહેલી તકે સેટ પર કામ કરવા આવવા માગતા હતા.

શોમાં ટપ્પુનો રોલ કરતા રાજ ઉનડકટે નટુકાકા સાથે એક તસવીર શેર કરતા તેમને યાદ કર્યા હતા. જેમાં તેઓ બંને સેલ્ફી માટે પોઝ આપતા જોવા મળી રહ્યાં છે. આ તસવીર સાથે રાજે લખ્યું કે,‘હું અને કાકા મેકઅપ શેર કરી રહ્યાં હતા. તેઓ ઘણા સમય બાદ સેટ પર આવ્યા હતા. તેમણે કહ્યું કે- બેટા કેમ છે…. હું તેમના પગે લાગ્યો અને આશીર્વાદ લીધા. તે સમયે તેમણે મારા અને મારા પરિવાર વિશે માહિતી મેળવી. તે પછી પ્રાર્થના કરી અને કહ્યું- સરસ, ભગવાન બધાનું ભલુ કરે.’

રાજે આગળ લખ્યું કે, ‘આ વયે પણ નટુકાકાનું કામ કરવાનો જુસ્સો પ્રશંસનીય હતો. અમે તે ક્યારેય ભૂલી શકશું નહીં અને તે કિસ્સા પણ યાદ રહેશે જે નટુકાકા અમને સંભળવાતા હતા. કાકા અમે તમને હંમેશા યાદ રાખીશું.’

શોમાં અય્યરનો રોલ કરતા એક્ટર તનુજ મહાશબ્દેએ કહ્યું કે, ‘નટુકાકાની અંતિમ ઈચ્છા એવી હતી કે તેમને અંતિમ વિદાય મળે ત્યારે તેમને એક આર્ટિસ્ટની જેમ તૈયાર કરવામા આવે.’ નટુકાકાના નિધન બાદ તેમના પરિવારજનોએ તેમની આ અંતિમ ઈચ્છા પૂર્ણ કરી હતી. તનુજે કહ્યું કે, તેમને ઈચ્છા અનુસાર નટુકાકાના પાત્ર પ્રમાણે જ તૈયાર કરાયા હતા અને તેમના ફેવરિટ મેકઅપ મેનને જ બોલાવવામાં આવ્યા હતા.

જ્યારે શોના પ્રોડ્યૂસર અસિત મોદીએ પણ નટુકાકાને શ્રદ્ધાંજલિ આપતો એક વીડિયો બનાવ્યો છે. જેમાં તેઓ ઘનશ્યામ નાયકના વ્યક્તિત્વ અને તેમના કરિયર અંગેની ઘણી વાતો કરતા તેમને યાદ કરે છે.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a rocket launching into the galaxy of endless possibilities! ? The mind-blowing content here is a captivating for the mind, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a source of exhilarating insights! #AdventureAwaits ? into this exciting adventure of discovery and let your imagination fly! ✨ Don’t just explore, savor the excitement! #BeyondTheOrdinary Your mind will thank you for this thrilling joyride through the dimensions of endless wonder! ✨

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page