Wednesday, April 10, 2024
Google search engine
HomeInternationalદરિયામાંથી આ કાળી વસ્તુ મળીને આખા ગામના લોકો રાતોરાત બની ગયા કરોડપતિ

દરિયામાંથી આ કાળી વસ્તુ મળીને આખા ગામના લોકો રાતોરાત બની ગયા કરોડપતિ

યમનઃ એક સેકન્ડ પછી શું થવાનું છે, એ કોઈને ખબર નથી. આવું જ કંઈક યમનના માછીમારો સાથે થયું હતું. તેઓ રાતારોત કરોડપતિ બની ગયા હતા. તેમણે સપનામાં પણ વિચાર્યું નહોતું કે તેમનું જીવન રાતોરાત આ રીતે બદલાઈ જશે.

દરિયો ખેડવા ગયા હતાઃ યમનના 35 માછીરમારો દક્ષિણ યમનના ગલ્ફ ઓફ એડનના અખાતમાં માછલીઓ પકડવા ગયા હતા. માછીમારી દરમિયાન આ 35 લોકોને મરેલી મસમોટી વ્હેલ માછલી મળી આવી હતી.

જ્યારે માછીમારોએ આ મરેલી વ્હેલ માછલીને કાપી તો તેના પેટમાંથી મીણ અને બહુ બધો કાળો કાદવ નીકળ્યો હતો. જોકે, વાસ્તવમાં માછીમારોને એમ્બગ્રિસ (વ્હેલની ઉલટી) મળી આવી હતી. આની કિંમત 1.5 મિલિયન ડોલર એટલે કે અંદાજે 11 કરોડ રૂપિયા થાય છે.

વ્હેલ માછલીની વોમિટને એમ્બગ્રિસ કહેવામાં આવે છે, જે વેક્સ, જ્વલનશીલ પદાર્થનું બનેલું હોય છે. તે ગ્રે અથવા બ્લેક રંગની હોય છે. એમ્બગ્રિસમાંથી પર્ફ્યૂમ બનાવવામાં ઉપયોગ થાય છે, એમ્બગ્રિસને કારણે લાંબા સમય સુધી સુગંધ રહે છે.

કપાયેલી વ્હેલ માછલીમાંથી જ્યારે એમ્બગ્રિસ મળ્યું ત્યારે માછીમારોને તરત જ ખ્યાલ આવી ગયો હતો કે તેમને બહુ જ કિંમતી વસ્તુ મળી છે. 35માંથી એક માછીમારે કહ્યું હતું કે તેઓ જ્યારે વ્હેલની નજીક ગયા ત્યારે જ તેમને અંદેશો આવી ગયો હતો કે તેમને કંઈક ખાસ મળવાનું છે. તેમણે વ્હેલને કાપવાનું નક્કી કર્યું અને તેમણે પેટ ચીરીને જોયું તો અંદરથી એમ્બગ્રિસ મળી આવ્યું હતું. જોકે, એમ્બગ્રિસની સુગંધ કંઈ સારી નહોતી, પરંતુ તેમને ખુશી એ વાતની હતી કે તેમને પુષ્કળ પૈસા મળવાના છે.

35 માછીમારો વ્હેલની ઉલટી લઈને પરત આવ્યા હતા. તેમને ખ્યાલ આવ્યો કે આની કિંમત 1 11 કરોડ રૂપિયા છે. સૂત્રોના મતે, 127 કિલોની આ ઉલટીમાંથી જે પણ પૈસા મળ્યા તે 35 માછીમારીઓએ સરખા હિસ્સે વહેંચી લીધો હતો. આટલું જ નહીં આ માછીમારીઓએ પોતાના સમુદાયના ગરીબ લોકોને પણ પૈસા દાનમાં આપવાનું નિર્ણય કર્યો છે. કેટલાંક માછીમારીઓ નવું ઘર ખરીદવાનો તથા લગ્ન કરવાનું વિચાર્યું છે.

નોંધનીય છે કે ગયા ફેબ્રુઆરીમાં પણ યમન દેશના એક ગામના માછીમારોને આવી જ વ્હેલની વોમિટ મળી આવી હતી, જેની કિંમત પણ કરોડો રૂપિયામાં હતી.

RELATED ARTICLES

7 COMMENTS

  1. I engaged on this casino platform and managed a significant amount, but after some time, my mom fell sick, and I needed to take out some money from my casino account. Unfortunately, I encountered issues and couldn’t withdraw the funds. Tragically, my mother died due to this gambling platform. I implore for your assistance in bringing attention to this online casino. Please assist me to obtain justice, so that others do not undergo the pain I am going through today, and avert them from shedding tears like mine. ???�

  2. I participated on this gambling website and won a significant amount, but later, my mom fell sick, and I needed to withdraw some funds from my balance. Unfortunately, I encountered issues and couldn’t finalize the cashout. Tragically, my mom died due to the online casino. I plead for your support in reporting this website. Please support me in seeking justice, so that others won’t have to face the suffering I am going through today, and prevent them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page