Friday, April 12, 2024
Google search engine
HomeRecipeદૂધી જોઈને કંટાળો આવે છે? તો હવે દૂધીના શાકમાં લાવો ટ્વિસ્ટ, બનાવો...

દૂધી જોઈને કંટાળો આવે છે? તો હવે દૂધીના શાકમાં લાવો ટ્વિસ્ટ, બનાવો દૂધી વડીનું શાક

અમદાવાદઃ દૂધી વડીનું શાક બનાવવું એકદમ સરળ છે. જે ઓછા સમયમાં બનાવી શકાય છે. આ શાક રાજસ્થાનમાં બહુ જ બનાવવામાં આવે છે. એકલી દૂધીનું શાક ના ભાવતું હોય તો વડી નાખવાથી શાકનો ટેસ્ટ એકદમ જ બદલાઈ જશે. ઓછા સમયમાં કંઈક બનાવવું હોય તો દૂધી વડીનું શાક બેસ્ટ છે.

સામ્રગીઃ
1/2 દૂધી સમારેલી
1/2 કપ વડી
તેલ
લીમડો
1/2 ચમચી જીરું
1/2 ચમચી રાઈ
હિંગ ચપટી
1 લીલું મરચું (બારીક સમારેલુ)
અડધો ટૂકડો આદુ (પીસેલું)
3 કળી લસણ (પીસેલી)
1 ચમચી લાલ મરચું
1/2 ચમચી હળદર
1/2 ચમચી ધાણાજીરુ
1/4 ચમચી ગરમ મસાલો

રીતઃ
1. સૌ પહેલાં એક કઢાઈમાં વડીને શેકી લો. શેકતી વખતે ધ્યાન રાખવું કે વડી બળી ના જાય. ત્યારબાદ વડીને ઠંડી થવા એક બાજુ રાખો.

2. એક કઢાઈમાં વઘાર માટે તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ-જીરું-હિંગનો વઘાર કરો. ત્યારબાદ લીલું મરચું, આદું-લસણની પેસ્ટ નાખો.

3. 1 મિનિટ બાદ તેમાં સમારેલી દૂધી નાખો. દૂધી નરમ થાય પછી તેમાં શેકેલી વડી નાખો અને શાકને બરોબર હલાવો.

4. હવે, શાકમાં લાલ મરચું, હળદર, ધાણાજીરું, મીઠું નાખો. ત્યારબાદ તેને મધ્યમ આંચે ચઢવા દો.

5. શાક ચઢી જાય એટલે આંચ બંધ કરીને ગરમ મસાલો નાખીને બરોબર મિક્સ કરો. પછી ઉપરથી કોથમીર ભભરાવો.

6. તૈયાર છે દૂધી વડીનું ટેસ્ટી શાક.

RELATED ARTICLES

2 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure launching into the galaxy of wonder! ? The mind-blowing content here is a rollercoaster ride for the mind, sparking awe at every turn. ? Whether it’s lifestyle, this blog is a source of inspiring insights! ? Embark into this cosmic journey of imagination and let your thoughts roam! ✨ Don’t just enjoy, savor the excitement! #FuelForThought ? will thank you for this exciting journey through the realms of awe! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page