Wednesday, April 10, 2024
Google search engine
HomeGujaratભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોર અને તેની પત્નીની Love Story એકવાર વાંચવા જેવી...

ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોર અને તેની પત્નીની Love Story એકવાર વાંચવા જેવી છે

અમદાવાદ: કોંગ્રેસ સાથે છેડો ફાડીને અલ્પેશ ઠાકોર ગુરુવારે વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતાં. અલ્પેશ ઠાકોર ભાપજમાં સામાન્ય કાર્યકરની જેમ કામ કરશે. ત્યારે અલ્પેશ ઠાકોરે પોતાના અંગત જીવનને લઈને દિલ ખોલીને વાત કરી હતી. બહુ જ રૂઢી ચુસ્ત સમાજમાંથી આવતાં અલ્પેશ ઠાકોરે લવ મેરેજ કર્યાં છે.

અલ્પેશ ઠાકોર અને તેમની પત્ની બંને કોલેજ સમયમાં એકસાથે અભ્યાસ કરતાં હતાં અને ત્યાર બાદ બંનેની આંખ મળી જતાં બન્ને વચ્ચે પ્રેમ થઈ ગયો હતો. જોકે બંનેના પરિવારો માની જતાં તેમનો પ્રેમ પરાકાષ્ઠા સુધી પહોંચ્યો હતો.

અલ્પેશે એકવાર બ્લેડથી તેમના હાથ પર પ્રેમીકાનું નામ પણ કોતર્યું હતું. અલ્પેશ ઠાકોર આજે પણ તેમની પત્નીના વખાણ કરતા થાકતા નથી. રાજકારણમાં હોવા છતાં પણ પોતાના પરિવારને પૂરતો સમય આપી રહ્યા છે.

અલ્પેશ ઠાકોરે ખુલ્લા દીલે પ્રેમ કહાનીની વાત કરતા કહ્યું કે, એસ કે કોલેજમાં અમે બંને ભેગા સેન્ડવીઝ ખાતા હતા. પ્રેમના 23 વર્ષ થયાં મારી પત્નીને હું ખૂબ પ્રેમ કરું છું. પ્રેમની અલગ મજા છે. મારા પ્રેમ લગ્ન સફળ છે.

HK કોલેજથી લાલ દરવાજા સુધી ચાલતા જવાની મજા કંઈક અલગ જ છે. પ્રેમમાં એક વર્ષે પ્રપોઝ કરી શક્યો હતો. મેં મારી પત્નીને અનેક લવ લેટર લખ્યા છે, મારી પત્ની મારા રોમે રોમમાં છે તેવું અલ્પેશે જણાવ્યું હતું.

અલ્પેશ જણાવ્યું હતું કે, એક બીજાની આંખો મળી જતાં પ્રેમ થઈ ગયો હતો. 3 મહીના સુધી અમે એક બીજા સામે જોયા કરતાં હતા. અમે એક બીજા જોડે બોલ્યા વગર કલાકો સુધી બેસી રહેતા.

પ્રેમ લગ્ન કરવા માટે પરિવાર ન માન્યો હોત તો કાપડની બેગ ભરીને જ રાખી હતી. અમારા ભાગવાની ખબર પડતાં મારા પિતાએ મને ત્રણ ફડાકા માર્યા હતા. મારી પત્ની વાઘણની જેમ કામ કરે છે. મારી પત્નીનું નામ મેં હાથ પર બ્લેડથી કોતર્યું હતું.

RELATED ARTICLES

1 COMMENT

  1. ? Wow, this blog is like a rocket launching into the galaxy of wonder! ? The captivating content here is a rollercoaster ride for the imagination, sparking excitement at every turn. ? Whether it’s inspiration, this blog is a treasure trove of exhilarating insights! #InfinitePossibilities Dive into this thrilling experience of discovery and let your thoughts soar! ? Don’t just explore, savor the excitement! #FuelForThought ? will thank you for this thrilling joyride through the realms of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page