Tuesday, April 9, 2024
Google search engine
HomeNationalઆ મહિલા અધિકારીને જોતાં જ ગુનેગારોને છુટી જાય છે પરસેવો, જુઓ તસવીરો

આ મહિલા અધિકારીને જોતાં જ ગુનેગારોને છુટી જાય છે પરસેવો, જુઓ તસવીરો

મુરાદાબાદઃ ઋતુ સુહાસ. પીસીએસ છે. તાજેતરમાં જ તેમની ટ્રાન્સફર થઈ છે. હવે તેઓ ગાઝિયાબાદમાં એડીએમ તંત્ર તરીકે જવાબદારી સંભાળશે. અગાઉ તેઓ લખનૌ ડેવલપમેન્ટ ઓથોરિટીમાં કામ કરતા હતા. ઋતુ સુહાસ એ જ પીસીએસ અધિકારી છે, જેમણે લખનૌમાં પોતાની ડ્યૂટી દરમિયાન ધારાસભ્ય અને ગેંગસ્ટર મુખ્તાર અન્સારીના ગેરકાયદે નિર્માણને ધરાશાઈ કરવામા મુખ્ય ભૂમિકા ભજવી હતી.

લખનૌમાં ઋતુએ શાઈન બિલ્ડર્સની ગેરકાયદે કોલોનીઝ તોડી નંખાવી હતી. આ ઉપરાંત મુખ્તાર અન્સારીના જિયામઉમાં 2 ગેરકાયદે બિલ્ડિંગ, કૈસરબાગમાં ડ્રેગન મૉલ અને રાની સલ્તનતમાં રહેલા ગેરકાયદે નિર્માણને પણ તોડાવ્યું હતું. ગેરકાયદે નિર્માણ હટાવવા માટે ઋતુને નોડલ ઓફિસર નિમવામા આવી હતી. કાયદાનું પાલન કરતા ઋતુ પોતાનું કામ કરતી રહી.

ઋતુનો જન્મ લખનૌના મિડલ ક્લાસ પરિવારમાં થયો હતો. તેના પિતા વકીલ છે અને માતા ગૃહિણી. ઋતુ પોતાની એક બહેન અને ભાઈ સાથે મોટી થઈ. તે લખનૌના લૉરેન્ટ કૉન્વેન્ટ સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. લખનૌમાં બાકીનો અભ્યાસ પૂર્ણ કર્યો. યુનિવર્સિટીથી લૉમાં ગ્રેજ્યુએશન કર્યું. ઋુતુએ જણાવ્યું કે,‘મારા પિતા વકીલ છે અને સિદ્ધાંતોનું પાલન કરે છે. તેઓ બાળપણથી મારા પ્રેરણા સ્ત્રોત રહ્યાં છે. તેમણે હંમેશા મહેનતથી જ કોઈ પદ મેળવવા માટે પ્રેરિત કર્યા હતા. જેથી LLB-B.Scમાં ગોલ્ડ મેડલ મેળવ્યા બાજ પીસીએસની સાથે પીસીએસ જ્યુડિશિયલ સર્વિસ પણ ક્વોલિફાઈ કરી. તે પછી 2004માં એસડીએમ તરીકે હું જોડાઈ.’

લૉમાં ગ્રેજ્યુએશન કરાવ્યા બાદ ઋતુ સુહાસ બાળતોને બાયોલોજી ભણાવવા લાગી. જોકે તેની પર કંઈક મોટું કરવાની ધૂન હતી. આ સમયે તેને વિચાર આવ્યો કે યુનિ.માં ગોલ્ડ મેડલ મેળવી શકતી હોય તો તે પીસીએસની પરીક્ષા પણ પાસ કરી શકે છે. બાળકોને ભણાવતા-ભણાવતા તેણે પીસીએસ એક્ઝામની તૈયારીઓ કરી. ઋતુએ કહ્યું કે,‘મે તૈયારીનો નિર્ણય કર્યો ત્યારે મોટા બહેનના લગ્ન થઈ ચૂક્યા હતા. જ્યારે મે પણ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું. નાનો ભાઈ ભણી રહ્યો હતો. આ સમયે માતા-પિતા પાસે વધુ પૈસા માંગવા યોગ્ય નહોતા. જેથી ગ્રેજ્યુએશન બાદ આત્મનિર્ભર થવાનો નિર્ણય કર્યો. મારે સિવિલ સર્વિસની તૈયારી કરવાની હતી. તેમાં સફળતા અને નિષ્ફળતાની શક્યતા સમાન હતી. બાળકોને ભણાવવાના કારણે એનસીઈઆરટી સિલેબસ કવર થયું અને જનરલ સ્ટડીઝ પણ રિવાઈઝ થઈ. બાળકોને ભણાવવાથી પૈસા મળતા. જે સ્વાભિમાન વધારતું. ’

આગ્રામાં તાજમહેલ છે, જેને પ્રેમની નિશાની માનવામા આવે છે. અહીં જ ઋતુ સુહાસ અને એલ.વાઈ.સુહાસ એકબીજાના પ્રેમમાં પડ્યા. 2008માં તેમણે લગ્ન કર્યા હતા. એલ.વાઈ.સુહાસ મૂળ કર્ણાટકના છે. હાલ તેઓ ગૌતમબુદ્ધ નગરના ડીએમ તરીકે કાર્ય કરી રહ્યાં છે. ઋતુએ કહ્યું કે,‘અમે આગ્રામાં તૈનાત હતા અને લોકસભા ચૂંટણીઓનો સમય હતો. હું ઘણું શીખી રહી હતી અને ત્યારે જ મારી પણ ઘણી જવાબદારીઓ આવી પડી. અમે સાથે કામ કરતા સમયે વધુ સમય સાથે રહેવા લાગ્યા. હું ઉત્તર ભારતની અને સુહાસ દક્ષિણ ભારતથી આવતા હતા. પરંતુ સાથે સમય પસાર કરવા પર ઘણી વસ્તુઓ સમાન હોવાની જાણ થઈ. જે પછી અમે લગ્નનો નિર્ણય લેતા 2008માં લગ્ન કર્યા.’

ઋતુ સુહાસની પ્રથમ પોસ્ટિંગ મથુરામાં થઈ હતી. જે પછી ઘણા જીલ્લામાં તેમની પોસ્ટિંગ થઈ ચૂકી છે. જેમાં આગ્રા, આઝમગઢ, હાથરસ, જૌનપુર અને લખનૌ સામેલ છે. ઋતુના મતે જે યુવતી ઘર કે શહેરની બહાર નહોતી ગઈ તેની માટે જુદા-જુદા જીલ્લાના એસડીએમ તરીકે કામ કરવું એક અલગ અનુભવ હતું. આ ઉપરાંત જુદી સંસ્કૃતિના જીવનસાથી મળવા પણ એક અલગ અનુભવ હતો. મુખ્તાર અન્સારીના ગેરકાયદે નિર્માણને હટાવવા મામલે ઋતુ સંપૂર્ણ પણે કાયદીકાય કાર્યવાહી પર જ ચાલી રહી હતી. તેણે કહ્યું કે,‘હું એકદમ બિન્દાસ્ત રહું છું. મે કંઈ ખોટું નથી કર્યું. ઉલ્ટાનું જે ગેરકાયદે હતું તેની વિરુદ્ધ કાર્યવાહી કરી છે. આ મારા કામનો ભાગ હતો. તેમાં મારું વ્યક્તિગત હિત નહોતું.’

ગાઝિયાબાદમાં તૈનાત રહેલ ઋતુ 2019માં મિસિઝ ઈન્ડિયાનો તાજ પણ પોતાના નામે કરી ચૂકી છે. આ સ્પર્ધામાં મુંબઈમાં 6 દિવસ સુધી ચાલી હતી. ઋતુ કોલેજ સમયે મૉડલિંગ અને ફેશનનો શૌખ ધરાવતી હતી અને પોતાના કપડા પણ ડિઝાઈન કરતી હતી. તે ખાદી ઈન્ડિયાને પ્રમોટ કરવા પણ મૉડલિંગ કરી ચૂકી છે. એક અધિકારી તરીકે તે ઉત્તર પ્રદેશના અન્ય ટેલેન્ટને પણ પ્રમોટ કરવાનું કામ કરે છે. ઋતુના મતે મહિલાઓને નોકરી થકી એક અલગ આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતાનો અનુભવ થાય છે. તેમને માત્ર રસોડા સુધી સિમિત રાખી શકાય નહીં.

RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket blasting off into the galaxy of wonder! ? The mind-blowing content here is a rollercoaster ride for the mind, sparking curiosity at every turn. ? Whether it’s lifestyle, this blog is a goldmine of inspiring insights! #AdventureAwaits Dive into this cosmic journey of imagination and let your imagination roam! ✨ Don’t just enjoy, experience the excitement! #FuelForThought ? will thank you for this exciting journey through the worlds of discovery! ?

  2. I’m no longer ceгtain tһe place уou’re gettіng your information,
    but gdeat topic. І needs tо spend a while learning mch more or figuring out
    more. Thank y᧐u for great information I was loоking for this info for my mission.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page