Friday, April 12, 2024
Google search engine
HomeBollywoodજાણવું છે બિગ બીએ કોરોનાકાળમાં કેટકેટલી મદદ કરી? વાંચી લ્યો કેવી રીતે...

જાણવું છે બિગ બીએ કોરોનાકાળમાં કેટકેટલી મદદ કરી? વાંચી લ્યો કેવી રીતે કરી રહ્યાં છે મદદ

મુંબઈઃ અમિતાભ બચ્ચન હાલમાં પોતાની ટીકાથી ઘણાં જ નારાજ છે. કોરોના દરમિયાન બિગ બીએ ક્યાં કેટલી મદદ કરી તેની એક યાદી બહાર પાડી છે. તેમણે અનેક સંસ્થઆ, હોસ્પિટલમાં દાન આપ્યું છે. અમિતાભને આ યાદી બહાર પાડતી વખતે ઘણી જ શરમ આવતી હતી, પરંતુ તેમને તથા પરિવારને પારાવાર યાતના સહન કરવી પડે છે. લોકો ગંદી ગંદી ગાળો આપે છે અને આ જ કારણે તેમણે આ યાદી બહાર પાડી હતી.

અમિતાભે હાલમાં જ દિલ્હીમાં એક કોવિડ કેર ફેસિલિટી માટે બે કરોડ રૂપિયા આપ્યા હતા. અમિતાભે પોતાના બ્લોગમાં કહ્યું હતું, ‘હા, હું દાન આપું છું. જોકે, મને ક્યારેય આ વાત કહેવાની જરૂર લાગી નહીં. આ બહુ જ શરમજનક છે. મારા માટે આજે આ વાત કહેવી જરૂરી થઈ ગઈ છે. રોજ ગાળો અને ભદ્દી કમેન્ટ્સ મારા પરિવારને હેરાન કરે છે. જોકે, આ બધું તો ચાલતું જ રહે છે, કોઈને કહેવાની જરૂર નથી. બસ પોતાનું કામ કરો અને જેને મળે છે, તેને ખ્યાલ છે.’

અમિતાભે કઈ જગ્યાએ કેવી રીતે મદદ કરી તેની પૂરી યાદીઃ આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર તથા ઉત્તર પ્રદેશના 1500થી વધુ ખેડૂતોની બેંક લોન ચૂકવી અને તેમને આત્મહત્યાથી બચાવ્યા. 300થી વધુ લોકોન આવી ના શક્યા. 50 લોકો માટે ટ્રેનનો કોચ બુક કરાવ્યો. મુંબઈ બોલાવ્યા, મુંબઈ દર્શન કરાવ્યું, ઘરે બોલાવીને જમાડ્યા. લોન કેન્સેલેશનનું સર્ટિફિકેટ આપ્યું અને ઘરે પાછ મોકલ્યા. આ બધું જ બિગ બીના પૈસે કરવામાં આવ્યું હતું.

વીર શહીદ જવાનોની યાદી મગાવવામાં આવી હતી. તેમના પરિવાર, પત્ની, બાળકો, કેટલીક ગર્ભવતી શહીદ વિધવાઓને જરૂરિયાત પ્રમાણે મદદ કરી હતી. પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારને જનક બંગલે બોલાવ્યા. તેમને શ્વેતા તથા અભિષેકના હાથે મદદ આપી. ગયા વર્ષે કોરોના દરમિયાન ચાલ લાખ રોજમદાર શ્રમિકોને એક મહિનાનું કરિયાણું આપ્યું. શહેરમાં રોજ પાંચ હજાર લોકોને બે ટાઈમ ભોજન કરાવ્યું. હજારો માસ્ક, પીપીઈ કિટ, સેનિટાઈઝર ફ્રન્ટલાઈન વોરિયર્સ તથા હોસ્પિટલને આપી. અંગત ફંડમાંથી શિખ સમુદાયને ડોનેશન આપ્યું. આ સમુદાયે શ્રમિકોને ઘરે જવામાં મદદ કરી હતી. આ બસોને મોટાભાગે શિખ ડ્રાઈવરે ચલાવી હતી.

શ્રમિકો જ્યારે ઘરે પરત ફરતા હતા ત્યારે અનેક પાસે પગમાં પહેરવાની ચંપલ નહોતા. અનેકોને ચંપલ આપ્યા. યુપી-બિહારના અનેક જિલ્લામાં 30 બસોની વ્યવસ્થા કરી હતી. પૂરી યાત્રા દરમિયાન ભોજન-પાણીનો ખર્ચ પણ આપ્યો.

મુંબઈથી ઉત્તર પ્રદેશ એક આખી ટ્રેન બુક કરાવી, જેમાં 2800 શ્રમિકો પાસેથી એક પણ પૈસા લીધા વગર ઘરે મોકલ્યા. જ્યારે રાજ્યોએ ટ્રેન કેન્સલ કરી તો તરત જ શ્રમિકોને ચાર્ટર ઈન્ડિગો એરોપ્લેનની મદદથી યુપી-બિહાર, રાજસ્થાન તથા જમ્મુ કાશ્મીર મોકલ્યા. જેમ જેમ વાઈરસનો પ્રકોપ વધતો ગયો ત્યારે ડાયગ્નોસ્ટિક સેન્ટર સાહિબ ગુરુદ્વારાને આપવામાં આવ્યું. અહીંયા ગરીબ તથા જરૂરિયાતમંદ લોકોની મફતમાં મદદ કરી શકાય. બિગ બીએ તેમના નાના-નાની તથા માતાને યાદ કરીને MRI મશીન, સોનોગ્રાફી મશીન આપ્યું હતું.

450 બેડનું એક કેર સેન્ટર સેટઅપ કરવા માટે રકાબગંજ ગુરુદ્વારમાં પૈસા આપ્યું. ટૂંક સમયમાં ઓક્સિજન કન્સન્ટ્રેટર્સ મોકલવામાં આવશે. થોડાં મુંબઈ તથા થોડાં દિલ્હીમાં આ અઠવાડિયે મોકલવામાં આવશે, તેમાંથી 50 ઓક્સિજન કન્સન્ટ્રેટર્સ પોલેન્ડથી 15 મે સુધીમાં આવી જશે. બાકીના 150 અમેરિકાથી આવશે. ઓર્ડર આપી દેવામાં આવ્યો છે.

BMCને વેન્ટિલેટર્સની જરૂર હતી ત્યારે અમિતાભે 20નો ઓર્ડર આપ્યો હતો, તેમાંથી 10 તો આવી પણ ગયા. જુહૂમાં 50 બેડની હોસ્પિટલ બનાવવામાં આવી છે. આ હોસ્પિટલના સેટઅપ માટે બિગ બીએ ડોનેશન આપ્યું હતું. નાણાવટી હોસ્પિટલને ગયા અઠવાડિયે 3 કોવિડ ડિટેક્શન મશીન ડોનેટ કર્યું હતું.

બિગ બી શહાની ઝૂંપડપટ્ટી તથા ચાલીઓમાં હજારો લોકોને ભોજન આપે છે. જે બાળકોના પેરેન્ટ્સ કોવિડમાં ગુજરી ગયા, તેમાંથી 2ને દત્તક લીધા છે અને હૈદરાબાદના અનાથાલયમાં મોકલ્યા છે. તેમના ભણવાનો ખર્ચ બિગ બી ઉપાડશે. જો આ બંને બાળકો 10 ધોરણ સુધી સારી રીતે ભણશે અને તેઓ સ્કોલર હશે તો તેમના વધુ અભ્યાસનો ખર્ચ પણ બિગ બી ઉઠાવશે.

અંતે, અમિતાભે લાગણીશીલ થઈને કહ્યું હતું, ‘પ્રશંસા નહીં, અનુકરણ કરો. જો કોઈ નાની મદદ પણ કરે છે તો મુશ્કેલ પરિસ્થિતિમાં થોડો સુધારો થવાનું શરૂ થશે. ચારે બાજુ બસ દુઃખ જોઈને કંઈ જ ના કરવાની અસમર્થતા દર્દનાક છે. આપણે લડીશું અને જીતીશું પણ. ભગવાન મારી મદદ કરો.’

RELATED ARTICLES

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page