Monday, April 15, 2024
Google search engine
HomeBollywoodઆલિયા ભટ્ટે 13 કરોડનો લક્ઝુરિયસ ફ્લેટ ખરીદ્યા બાદ શેર કર્યો પોતાનો અનુભવ

આલિયા ભટ્ટે 13 કરોડનો લક્ઝુરિયસ ફ્લેટ ખરીદ્યા બાદ શેર કર્યો પોતાનો અનુભવ

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ ફિલ્મોમાં પોતાની એક્ટિંગનો દમ બતાવી ચૂકી છે. હાલમાં જ આલિયાએ યુ-ટ્યૂબમાં પણ પોતાની ચેનલ શરૂ કરી છે. આ વિશે આલિયા જાણકારી આપતા કહ્યું હતું કે, મેં હવે પોતાની યુ-ટ્યૂબ ચેનલ લોન્ચ કરી છે. હું ઈન્સ્ટાગ્રામ અને ટ્વીટરની દુનિયાથી દૂર અને યુ-ટ્યૂબની દુનિયામાં આવી રહી છું.

આલિયાએ પોતાની ચેનલ લોન્ચ કરતાં જ સૌથી પહેલા તેમાં 13 કરોડથી વધુ કિંમતના મુંબઈના એપાર્ટમેન્ટનો એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં આલિયા જૂહુના પોશ વિસ્તારમાં સ્થિત પોતાના નવા ફ્લેટ વિશે જાણકારી આપી રહી છે. શુક્રવારે આલિયાએ પોતાનો મૂવિંગ-ડે બ્લોગ અપલોડ કર્યો હતો અને કેપ્શનમાં લખ્યું હતું કે, અરે મિત્રો, આ વીડિયોમાં મને પોતાના ઘરમાં જુઓ. અહીં શિફ્ટ થવાની સમગ્ર પ્રક્રિયાનો અનુભવ શાનદાર રહ્યો હતો.

આલિયા ભટ્ટે પોતાના માતા-પિતાનું ઘર છોડવા પર પોતાની જાતે બધું કરવા વિશેના અનુભવ વિશે જણાવ્યું હતું. આલિયાએ કહ્યું હતું કે, પોતાના ઘરથી બહાર જવું મારા માટે એક ખાસ અનુભવ રહ્યો હતો. કારણ કે આ પહેલીવાર હતું જ્યારે હું પોતાના ઘરથી દૂર જઈ રહી હતી. શરૂઆતમાં હું એકલા જ રહેવાનું વિચારી રહી હતી ત્યાર બાદ મેં બહેનને સાથે લઈ જવાનો નિર્ણય કર્યો હતો અને તે ખુશી-ખુશી રાજી થઈ ગઈ હતી.

તેણે પાર્ટ ટાઈમ મારી સાથે અને પાર્ટ ટાઈમ મમ્મી સાથે રહેવાનો નિર્ણય કર્યો છે. આલિયાએ આ ફ્લેટને 2017માં ખરીદ્યો હતો અને તે અહીં પોતાની બહેન શાહીન ભટ્ટ સાથે રહેતી હતી. આલિયા ભટ્ટ હાલમાં પોતાની આગામી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના શૂટિંગમાં વ્યસ્ત છે.

ફિલ્મમાં આલિયા પહેલીવાર પોતાના રીયલ લાઈફ બોયફ્રેન્ડ રણબીર કપૂર સાથે સ્ક્રીન શેર કરશે. ફિલ્મમાં આલિયા-રણબીર ઉપરાંત અમિતાભ બચ્ચન, મૌની રોય અને નાગાર્જૂન મુખ્ય પાત્રમાં જોવા મળશે. ફિલ્મ આગામી વર્ષે ઉનાળાની સિઝનમાં રિલીઝ થશે.

RELATED ARTICLES

4 COMMENTS

  1. ? Wow, this blog is like a fantastic adventure launching into the universe of endless possibilities! ? The mind-blowing content here is a captivating for the mind, sparking excitement at every turn. ? Whether it’s technology, this blog is a source of exhilarating insights! #AdventureAwaits Embark into this cosmic journey of knowledge and let your imagination fly! ✨ Don’t just read, experience the excitement! ? Your mind will thank you for this thrilling joyride through the realms of awe! ?

  2. I tried my luck on this gambling site and secured a significant pile of earnings. However, eventually, my mother fell seriously ill, and I wanted to withdraw some money from my account. Unfortunately, I experienced problems and was unable to complete the withdrawal. Tragically, my mother passed away due to this online casino. I urgently plead for your help in addressing this situation with the online casino. Please help me to find justice, to ensure others won’t experience the anguish I’m facing today, and avert them from undergoing similar tragedy. ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page