Friday, April 19, 2024
Google search engine
HomeBollywoodઆજે આવો દેખાય છે રામાયણનો ‘લવ’, કેમ છોડી દીધી હતી સીરિયલ તેનું...

આજે આવો દેખાય છે રામાયણનો ‘લવ’, કેમ છોડી દીધી હતી સીરિયલ તેનું સામે આવ્યું સાચું કારણ!

કોરોનાની બીજી લહેરની વચ્ચે હવે ખબર આવી રહી છે કે, રામાનંદ સાગરની ‘રામાયણ’ એકવાર ફરીથી શરૂ થવા જઈ રહી છે. ગયા વર્ષે લોકડાઉન દરમિયાન રામાયણે ટીઆરપીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતાં. હવે બીજીવાર આ શો ઓન એર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, કારણ કે કોરોનાની બીજી લહેરમાં લોકો વધારેમાં વધારે ઘરમાં સમય પસાર કરી શકે. આ વખતે રામાયણ દૂરદર્શન પર નહીં પરંતુ સ્ટાર ભારત પર સાંજે 7 વાગે ટેલિકાસ્ટ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, રામાયણમાં પાત્ર ભજવનાર ઘણાં અભિનેતા હવે બહુ જ બદલાઈ ગયા છે. તેમાંથી એક ઉત્તર રામાયણમાં ભગવાન રામના પુત્ર લવનું પાત્ર ભજવનાર અભિનેતા મયૂરેશ ક્ષેત્રમાડે છે. મયૂરેશ હવે 45 વર્ષનો થઈ ગયો છે.

રામાયણ સમયે મયૂરેશ સ્કૂલમાં ભણતો હતો પરંતુ તેણે એક્ટિંગ ફિલ્ડમાં પોતાનું કરિયર બનાવ્યું નહીં. મયૂરેશે યુનિવર્સિટી ઓફ બોમ્બેથી સ્ટેટેટિક્સમાં બેચલર ડિગ્રી મેળવી અને માસ્ટર્સ ઈન ઈકોનોમિક્સ પણ અહીં જ કર્યું હતું.

મયૂરેશે ટેક્સાસ યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સમાં પણ ડિગ્રી મેળવી હતી. આ ઉપરાંત તે અમેરિકાના ન્યૂજર્સી જતો રહ્યો અને ત્યાં એક કંપનીમાં સીઈઓ તરીકે કામ કરી રહ્યો છે.

એટલું જ નહીં, મયૂરેશ કોર્પોરેટ દુનિયાના જાણીતા લેખલ છે. તેમણે બે વિદેશી લેખકોની સાથે મળીને ‘સ્પાઈટ એન્ડ ડેવલોપમેન્ટ’ નામની એક બુક પણ લખી છે.

દૂરદર્શન પર રામાયણની પોપ્યુલારિટીને જોતાં તેના પાત્રો વિશે જાણવા ચાહકો બહુ જ ઉત્સુક છે. એવામાં અમે જણાવી રહ્યાં છે, રામાયણના લવ એટલે મયૂરેશ ક્ષેત્રમાડે વિશે.

મયૂરેશે ગયા વર્ષે સોશિયલ મીડિયામાં લખ્યું હતું કે, છેલ્લા ઘણાં સમયથી વસ્તુઓ દીલને સ્પર્શી રહી છે. મેં પાંચ વર્ષની ઉંમરમાં એક્ટિંગ શરૂ કરી હતી. મને એપ્રિલ, 1989નો એ દિવસ હજુ પણ યાદ છે જ્યારે મારા માતા-પિતાને તે સમાચાર મળ્યા હતાં કે, ઉત્તર રામાયણમાં ‘લવ’નું પાત્ર નિભાવવા માટે સિલેક્ટ થયો હતો.

મયૂરેશે જણાવ્યું હતું કે, એ આજથી 32 વર્ષ પહેલાની વાત છે અને તે સમયે ફક્ત 12 વર્ષનો હતો. સંપૂર્ણ અનુભવ ખરેખર રોમાચંક હતો. પરંતુ બાદમાં મેં એક્ટિંગની દુનિયા છોડી દીધી હતી અને 1999માં અમેરિકા જતો રહ્યો હતો.

પરંતુ ઉત્તર રામાયણમાં લવના પાત્રને હું આજે પણ ભુલી શક્યો નથી. સોશિયલ મીડિયા પર મળેલા હજારો મેસેજે મારી જૂની યોદા ફરી એકવાર તાજી કરી દીધી છે.

હું રામાનંદ સાગર અને આખી યુનિટનો આભારી છું કે તેમણે મને આ રોલ માટે પસંદ કર્યો. પરંતુ હવે હું કોઈ પ્રોફેશનલ અભિનેતા નથી પરંતુ લવનું પાત્ર ભજવવાથી મને જે અનુભવ મળ્યો તેનાથી બિઝનેસ લીડરના રૂપમાં મારા ગ્રોથને સકારાત્મક રૂપ આપ્યું છે.

તમામ ચાહકોને મેસેજ માટે આભાર. આ સાથે જ મારા મિત્રો અને માતા-પિતાને આભાર વ્યક્ત કરું છું જેમણે હંમેશા મારા માટે જિંદગીને વાસ્તવિક બનાવી. તેમણે ક્યારે ચાઈલ્ડ સ્ટાર હોવાનો ઘમંડ મારા ચહેરા પર ચઢવા દીધો જ નહીં.

RELATED ARTICLES

3 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket blasting off into the galaxy of excitement! ? The mind-blowing content here is a thrilling for the imagination, sparking awe at every turn. ? Whether it’s technology, this blog is a treasure trove of exhilarating insights! #MindBlown ? into this exciting adventure of knowledge and let your mind soar! ? Don’t just enjoy, savor the excitement! #BeyondTheOrdinary Your mind will be grateful for this exciting journey through the worlds of endless wonder! ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page