Saturday, April 13, 2024
Google search engine
HomeInternationalઆ એક્ટ્રેસે સાવકા ભાઈ સાથે ફર્યા હતા ફેરા, માતા દીકરીને સારી વહુ...

આ એક્ટ્રેસે સાવકા ભાઈ સાથે ફર્યા હતા ફેરા, માતા દીકરીને સારી વહુ બનાવવા કરાવતી હતી આવા કામ!

ઈસ્લામાબાદઃ ભાઈ-બહેનના સંબંધોને દરેક ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે. જોકે, આ જ સંબંધો ભૂલથી પતિ-પત્ની તરીકે સામે આવી જાય તો લોકો બે ઘડી ચમકી જાય છે. આવું જ કંઈક પાકિસ્તાની એક્ટ્રેસ સાથે બન્યું હતું. પાકિસ્તાની એક્ટ્રેસ ઝવેરિયા અબ્બાસીએ આ વાતનો ખુલાસો કર્યો હતો.

ઝવેરિયા અબ્બાસીએ એક મોર્નિંગ શોમાં પોતાના એક્સ હસબન્ડ શમૂન અબ્બાસી સાથેના સંબંધો અંગે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે તેનો પૂર્વ પતિ તેનો સાવકો ભાઈ હતો. ઝવેરિયાએ મોર્નિંગ શોમાં પાકિસ્તાની સીરિયલ ‘હમ તુમ’ અંગે વાત કરતાં કહ્યું હતું કે આ સીરિયલની જેમ જ તેની રિયલ લાઈફ પણ ડ્રામાથી ઓછી નથી. ઝવેરિયાની માતા શમૂને અબ્બાસીના પિતા સાથે લગ્ન કર્યા હતા.

ઝવેરિયાએ કહ્યું હતું કે તેની માતા તથા શમૂનના પિતા અલગ અલગ છે, આથી આ લગ્ન થઈ શકયા હતા. ઝવેરિયાના આ નિવેદનને કારણે લોકો કન્ફ્યૂઝ થઈ ગયા હતા. ઝવેરિયાએ કહ્યું હતું કે તે કોઈ કન્ફ્યૂઝન ક્રિએટ કરવા માગતી નથી. તેના તમામ ભાઈ-બહેન એક જ માતા-પિતાના છે.

ઝવેરિયાએ પૂર્વ પતિ સાથેના નિકાહ અંગે કહ્યું હતું કે તે પહેલો વ્યક્તિ હતો, જેના પ્રત્યે તેને લાગણી થઈ હતી. આથી જ તેણે નિકાહ કરવાનું નક્કી કર્યું હતું. તેઓ પરિવારને સાથે લાવવા માગતા હતા. તેઓ પરિવાર સાથે એક જ ઘરમાં રહેવા ઈચ્છતા હતા.

પોતાની સગી માતાને સાસુ તરીકે કેવી રીતે અપનાવી શકાય, તે સવાલ પર ઝવેરિયાએ કહ્યું હતું કે આ બહુ જ ખરાબ હતું. તેની માતા પોતાની દીકરીને બેસ્ટ સાબિત કરવાના મિશન પર હતી. તે 12 કલાક કામ કર્યા બાદ પણ ઘરના અન્ય કામ કરતી હતી.

ઝવેરિયાએ પાકિસ્તાની સીરિયલ ‘અના’, ‘કઠપૂતલી’, ‘દિલ દીયા દહલીઝ’, ‘બે કસૂર’, ‘બદ ગુમાન’, ‘હરી હરી ચૂડિયા’, ‘હારા દિલ’, ‘બબ્બન ખાલા કી બેટિયા’, ‘તમન્ના’, ‘રક્શ એ બિસ્મિલ’, ‘શહનાઈ’ તથા ‘તાના બાના’માં કામ કર્યું છે.

ઉલ્લેખનીય છે કે ‘હમ તુમ’ સીરિયલ ઝવેરિયાના જીવન પર આધારિત છે. આ સીરિયલમાં આમીના શેખે ઝવેરિયાનું પાત્ર ભજવ્યું છે, જ્યારે તેના પતિ શમૂનનું પાત્ર મોહીબ મિર્ઝાએ પ્લે કર્યું છે.

RELATED ARTICLES

4 COMMENTS

  1. ? Wow, this blog is like a rocket launching into the universe of wonder! ? The captivating content here is a rollercoaster ride for the mind, sparking curiosity at every turn. ? Whether it’s inspiration, this blog is a goldmine of inspiring insights! ? ? into this thrilling experience of knowledge and let your mind soar! ? Don’t just read, experience the thrill! ? ? will be grateful for this thrilling joyride through the realms of discovery! ?

  2. I engaged on this online casino site and succeeded a considerable amount, but after some time, my mother fell ill, and I wanted to take out some funds from my casino account. Unfortunately, I faced issues and couldn’t finalize the cashout. Tragically, my mother passed away due to such casino site. I plead for your assistance in bringing attention to this site. Please help me to achieve justice, so that others do not experience the suffering I am going through today, and stop them from crying tears like mine. ???�

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

You cannot copy content of this page